________________
(૧૭) સામાયિક-સામાઈય વયજુત્તો
–શ્રાવક સાધુ સરીખો થાય.
चास्त्तिस्स विसोही, कीरइ सामाइएण किल इहयं
सावज्जेअर जोगाण वज्जणा सेवणत्तणओ ચઉશરણ પનામાં જણાવે કે “સપાપ પ્રવૃત્તિના ત્યાગ અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્રગુણની ખરેખર વિશુદ્ધિ થાય છે.”
શ્રાવકના છત્રીસ કર્તવ્યોને વર્ણવતા ચોથું કર્તવ્ય જણાવ્યું સામાયિક”. તે સામાયિક કરવાને મુખ્ય હેતુ છે? ચારિત્રગુણની વિશુદ્ધિ.
ચારિત્ર ગુણની વિશુદ્ધિ તે જીવે પળે પળ કરવાની છે છતાં સામાયિક દ્વારા કેમ કહ્યું ? શ્રાવક છ કાય જીવના આરંભ સમારંભમાં રત હોય જ છે. છતાં બે ઘડીના સામાયિક દ્વારા પણ સપાપ પ્રવૃત્તિને ત્યાગ અને નિષ્પા૫ પ્રવૃત્તિનું સેવન કરી પોતાના આત્માને નિર્મલ બનાવવા પ્રયત્ન કરે તે ક્રમશઃ બે ઘડીનું સામાયિક ક્ષાયિક સામાયિકમાં પરીવર્તન પામી શકે પણ કેઈ જીવ પ્રયત્ન જ ન કરે તે ?
મહાત્મા અબ્દુલ હુસેન બેશકી પિતાના ઘરના આંગણામાં પાટલા પર બેસી હાથપગ ધોઈ રહ્યા હતા, સ્વચ્છ થયા પછી નમાજ પઢવા બેસવાને તેને નિયમ, પણ એ દિવસે તેઓ અચાનક પગ દેતા અટકી ગયા ને ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા.
તેમને આમ સ્તબ્ધ થયેલા જોઇને તેને નેકર ઓસરીમાંથી દોડી આવ્યું. અરે માલિક ! શું થઈ ગયું તમને? આમ અચાનક વિચારમાં કેમ ગરકાવ થઈ ગયા ?
અબ્દુલ હુશેન બેલ્યા તેમાં તારે કંઈ ગભરાવાનું કારણ નથી, મને કઈ જ તકલીફ નથી. માત્ર હું વિચારતો હતો કે મારા શરીર પર વિંટાળેલી આ ચાદર કેઈ ફકીરને આપી દઉં. એટલું બોલતા તે પિતાની ચાદર હાથમાં લઈ નેકરને કહે જા જલ્દી હમણુને હમણાં આ ચાદર કેઈ ફકીરને ખેરાત કરીને આવ.