________________
પાપ નિવૃત્તિની પ્રતિજ્ઞા
૧૫૩
કે આવા જંગલમાં હવે તેને કેદ પકડી શકે. નિત્યક્રમ પ્રમાણે તે તે આવી ગયે. રેજ તો ચંડિકા દેવીના પ્રાસાદમાં દેવીની પૂજા વિધિ બહુ ભક્તિભાવથી કરે. પણ આજે તે જેવી તેણે ચરણ પાદુકા ઉતારી ને મંદિરમાં પગ મુકવા ગયો ત્યાં તે રાજાએ એક પાદુકા ઉપાડી લીધી. દેવીને નમન કરવા માટે નમેલું ચોરનું મુખ એકદમ ચમકયું. ચોર ભાગે ત્યાંથી. કેમ કે ચરણ પાદુકા વગર તેને ઉડવું અશક્ય બની ગયું અને રાજાના હાથે પકડાવાને ભય વધી ગયા.
ભય વિહવળ એવા તે કેશરી ચારે એક મુનિ મહારાજને નિહાળ્યા. તરત જ પ્રશ્ન કર્યા કે ભવ પર્યત કરેલા પાપને ત્યાગ કઈ રીતે થાય? કઈ રીતે છુટાય તેમાંથી ?
ગુરુ મહારાજે તેને સામાયિકનું સ્વરૂપ સમજાવ્યું. સમભાવમાં લીન થઈ એક મુહુર્ત માત્ર પણ શુભ ધ્યાન કરી શકે તે તારા સમગ્ર ભવના સંચિત પાપને પણ ભુક્કો થઈ જાય. ગુરુ મુખે સામાયિકનું ફળ સાંભળી પૂર્વે કરેલા પાપોનો પશ્ચાતાપ કરતા કરતા શુભધ્યાનમાં આરૂઢ થયા. ત્યાં ને ત્યાં બે ઘડીમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવતાઓ આવી તેમને રજોહરણ તથા વેશ આપે ને સામાયિકના પ્રભાવે કેશરી ચરમાંથી બની ગયે કેશરી મુનિ.
તેટલામાં રાજા ત્યાં પહોંચ્યો. એક ચોરને બદલે સમતાવાન સંયમીને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા. ત્યારે કેશરી કેવલી બેલ્યા કે રાજા તું જરા પણ આશ્ચર્ય પામીશ નહીં કેમ કે આ બધે સામાયિકનો પ્રભાવ છે.
प्रतिहन्ति क्षणार्द्धन साम्यमालंध्य कर्मवत
यन्नहन्यान्नरस्तीव-तपसा जन्म कोटिभिः કેઈ પુરુષ કરોડ જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવા વડે જેટલા કર્મોને હણ શકે નહીં તેટલા કર્મોને સમતામય સામાયિકનું આલેખન કરનાર પુરુષ અર્ધ ક્ષણમાં હણી શકે.
રાજાને પણ સામાયિકનું મહત્વ સમજાયું. તેને તે શાસ્ત્ર વાકય સાથે પ્રત્યક્ષ પુરા મલી ગયે. જીવન ભર ચેરી કરનાર અને લંપટ બનેલે ચેર નજર સામે જ બે ઘડીમાં કેવલજ્ઞાની થઈ ગયા. રાજા જ સાત સામાયિક કરવાને નિયમ કરી ઘેર આવ્યા.