SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ આ રીતે શ્રાવકે પણ સામાયિકાદિ છ આવશ્યકમાં ઉદ્યમવત રહેવુ જોઇએ. પણ સામાયિક એટલે શું? ૧૫૪ ફરી ફરીને એ જ પ્રશ્ન છે તમારી સામે. કેમ કે આ સમગ્ર પરિશીલન સામાયિકની જ આસપાસની વિચારણા માટે છે. સામાયિકના સુંદર સ્પષ્ટીકરણ માટે રેમિ ભક્તે ની વિચારણા અતિ ઉપયાગી બનશે. રેમિ મતે -- હે ભદન્ત ! હે ભગવન્ ! હે ભયાંત અથવા તેા હે પૂજ્ય આ પ્રમાણે ગુરુને આમ ત્રણ કરવા પૂર્વક સામાયિકના આર્ભ કર્યો આરંભમાં ગુરુને કેમ યાદ કર્યા ? સ` ધર્મ અનુષ્ઠાનામાં શુર્વાજ્ઞા આવશ્યક છે. ગુરુ હાય તા ગુરુ પ્રત્યક્ષથી અને ન હેાય તે ગુરુપણાની સ્થાપના કરવા પૂર્વક સમક્ષ માનીને જ અનુષ્ઠાના કરાય. રેમિ સમાજ્ઞ—હુ' સામાયિક કરુ છું. સામાયિક એટલે આત્માને સમભાવમાં સ્થિર કરવા. વિષમતાના અભાવ અને સ્વરૂપમાં લીનતા. હ સામાયિક એટલે સદવર્તન, • સામાયિક એટલે શાસ્ત્રનુસારી શુદ્ધ જીવન ગાળવાના પ્રયત્ન. ૦ સામાયિક એટલે સમસ્થિતિ અર્થાત્ વિષમતાના અભાવ ઉત્પન્ન કરવાની ક્રિયા. ૦ સામાયિક એટલે સર્વ જીવા પ્રત્યે મિત્રતા કે બંધુત્વની લાગણી કેળવવાના પ્રયાસ. ૦ સામાયિક એટલે સમભાવની સાધના અર્થાત્ રાગદ્વેષને જીતવાના પરમ પુરુષાર્થ. ૦ સામાયિક એટલે સમ્યક્ વસ્તુની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યગ્ ચારિત્રની સ્પના. ૦ સામાયિક એટલે શાંતિની આરાધના. ૦ સામાયિક એટલે અહિંસાની ઉપાસના, વ્યવહારિક દૃષ્ટિએ આવા ભિન્ન ભિન્ન અર્થી હાવા છતાં તાત્ત્વિક
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy