________________
પૈસે ખર્ચા વિના પુન્ય મેળવે
૧૪૯
રહેવું કાલિકસૂરિ પરિજન વચન ભૂરિ
આજહ સેહવું નવિ કહેવું જૂઠ ભયાદિકેજી સમવાદ સામાયિક પછીને ભેદ છે સમાસ સામાયિક. સમાસ સામાયિક એટલે થોડાજ શબ્દમાં તત્વને જાણવું તે.
ચિલાતિ પુત્રને માત્ર ઉપશમ–વિવેક અને સંવર ત્રણજ પદ મુનિ મહારાજે કહ્યા છતાં તેને અર્થ વિસ્તારથી સદગતિ સાધી ગયા. .
સુષમા નામની સ્ત્રી પર અત્યંત રાગદશાને ધારણ કરેલા ચિલાતીપુત્ર પાછળ સુષમાના ચાર ભાઈ તથા પિતા ઘડા દોડાવતા આવી રહ્યા છે, ચિલાતીપુત્રને થયું કે હવે બચવાનો કઈ રસ્તો નથી, તરત પોતાની પ્રાણપ્રિયા સુષમાનું મસ્તક ધડથી જુદું કરીને ધડને ફેંકી ભાગ્યો. એક હાથમાં ખગ છે, બીજા હાથમાં સુષમાનું લેહી નીતરતું મસ્તક છે, ને ભાગ્યો જાય છે, ત્યાં ચારણમુનિને જોયા
બોલો મહારાજ જલ્દી બતાવે ધર્મ શું છે.? ચારણ મુનિએ જોયું કે જીવ ગ્ય દેખાય છે. તરત ત્રણ પદો કહ્યા ઉપશમ-વિવેક-સંવર. અને ત્યાંથી ઉડી ગયા.
ચિલાતીપુત્ર સ્તબ્ધ દશામાં ત્રણે પદની અર્થ વિચારણા કરી રહ્યો છે, ધીમે ધીમે તેની જ્ઞાનદશા જાગ્રત થઈ. ઉપશમ એટલે કષાયની ઉપશાંતિ-અરેરે મારા હાથમાં તે ખગ છે. ખગ એ ધમધમતાં કેધનું પ્રતિક છે. બસ સમજાઈ ગયું ઉપશમ પદ ને ત્યાંજ ખડ્ઝને ફેંકી દીધું.
વિવેક એટલે સારાસારની સમજ, હેય ઉપાદેયનું જ્ઞાન, આમાં અને શરીર બંને અલગ અલગ છે. સુષમા પર રાગદશા હતી તે બરાબર પણ હવે તે માત્ર તેનું મસ્તક મારા હાથમાં છે. તુરંત રાગ દશા મરી પરવારી. પ્રગટી ગયે વિવેક તેના આત્મામાં. ત્યાંજ મસ્તકને ફેંકી
દીધું.
સંવર પદની વિચારણા ચાલી કર્મોને આત્મા તરફ આવતા રોકવા સંવતિ રૂતિ સંવર ત્યાંજ ચિલાતીપુત્ર કાઉસગ્નમાં સ્થિર થઈ ગયા. અઢી દિવસ રહ્યા ત્યાં ને ત્યાં. શરીર ઉપર ઉડેલા લેહીની ગંધે ગંધે કીડીએ આવી ને શરીર ચાળણી જેવું કરી દીધું, પગમાં દાખલ થયેલી