________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૩qતો દૃોર પરિવાં. તે છ આવશ્યકમાંનું પ્રથમ આવશ્યક તે સામાયિક.
આ સામાયિકની એક વ્યાખ્યા કરતા જ્ઞાની પુરુષેએ લખ્યું રાવત સવા વર્ષઃ સાવદ્ય વ્યાપારને ત્યાગ કર્યો છે જેણે પણ સાવદ્ય વ્યાપાર તે મન વચન અને કાયા ત્રણે પ્રકારે ત્યજેલ હવે જોઈએ. તેમાં વચનથી સાવદ્ય વ્યાપારને ત્યાગ એ નિવૃત્તિ ધર્મ જણાવે છે પણ પ્રવૃત્તિ ધર્મ શું કરે ?
પ્રવૃત્તિ ઘમ તે નિરવ વચન પ્રગટ કરવું. તે, તેનું નામ જ સમવાદ.
આવા સમવાદ સામાયિકને ધારણ કરનારા કાલિકસૂરિજીએ દત્ત રાજાને સ્પષ્ટ કહી દીધું કે સાતમે દિને તારા મુખમાં વિષ્ટા પડશે. દત્ત તે કેધથી ધમધમી ગ. જુઓ મા'રાજ સાતમે દિવસે તમે કહ્યું તેમ નહીં થાય તે હું તમને મારી નાખીશ. - આખું શહેર સાફ કરાવી દીધું. ક્યાંય કેઈ જાતની ગંદકી ન રહી. આચાર્ય મહારાજ ફરતા રાજ સેવકે છેઠવાઈ ગયા. દત્ત પોતે પણ અંતઃપુરમાં ચાલ્યો ગયો. બરાબર છ દિવસ પસાર થયા. સાતમે દિવસે તેને મનમાં એવું થયું કે આજે આઠ દિવસ છે માટે હવે જઈને આચાર્ય મહારાજને હણી નાખું. લોકે તે તેનાથી ભયગ્રસ્ત હતા જ. તેથી કોઈએ કઈ જણાવ્યું નહીં ને રાજા નીકળે છેડા પર.
રસ્તામાં કોઈ માળીને હાજતે જવાની શંકા થઈ. રસ્તામાં જ વિષ્ટા કરી ઉપર પુષ્પો ઢાંકીને ભાગ્યો. ઘેડા પર નીકળેલા દત્તના ઘડાને પગ પડયે તેની ઉપર અને વિષ્ટ ઉછળીને તેના મુખમાં પડી. આચાર્ય મહારાજના વચન પર વિશ્વાસ આવતા તરત પાછો ફર્યો. આ તરફ એકાંતને લાભ લઈ કુંભરાજાના સૈનિકે એ રાજાને કેદમુક્ત કરાવ્યા ને દત્ત પાછા ફરતાં લોઢાની કેટડીમાં પુરી દીધું અને ત્યાંથી મૃત્યુ પામી તે સીધે નરકમાં ગયે. * આ રીતે કાલિકાચાર્ય એ પિતાને ભાણેજ તથા રાજા બની બેઠેલા એવા દત્તને નિર્ભય પણે જે સત્યવચન કહી દીધું એ સમવાદ સામાયિક.