________________
પૈસે ખર્યા વિના પુન્ય મેળવે
૧૪૭
કરનાર પુરૂષોએ પરલકને માટે આચરવું શ્રેયસ્કર છે.
આ રીતે સામાયિકમાં સમભાવની સાધના સાથે બીજે મહત્ત્વને પાયે શ્રાવકે સ્મરણમાં રાખવાને, તે સાવદ્યાગ કર્મ ના વિરમણ રૂપ પણ છે. તે સામાયિકને શાસ્ત્રકારો આઠ નામથી ઓળખાવે છે.
सामाइव समइव सम्मवाओ समास संखेवो अणवज्ज अपरिण्णा पच्चक्खाणे त चठ्ठा
(૧) સામાયિક (૨) સમયિક (૩) સમવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિણા (૮) પચ્ચક્ખાણ
સમવાદ સામાયિકને ઓળખાવતા શાસકાર મહર્ષિ ફરમાવે છે કે સમવાદ એટલે રામ તેને છોડીને યથાસ્થિત નિવાં વચન કહેવું. નિર્ભયતા વિના સત્ય વચન બોલાતું નથી. માનવી ક્રેઘ વડે, લાભ વડે, ભય વડે કે હાસ્ય વડે અસત્ય ભાષણ કરે છે, પણ સર્વથા સત્ય ભાષણ માટે તે નિર્ભયતાનું તત્ત્વ જરૂરી છે, જે રીતે કાલિકાચાયે નિર્ભય પણે દત્તને જણાવ્યું કે સાતમે દિવસે તારું મેત થશે
તુરમણ નામે નગરી હતી. ત્યાં કુંભ નામને રાજા રાજ્ય કરે. તે રાજાને એક દત્ત નામે પુરોહિત મિત્ર હતા. મૈત્રી સંબધે દત્ત પુરેહિતને રાજાએ મંત્રી પદવી આપી. અને દરે હિંસક યા શરૂ કરી દીધાં આ પ્રકારના યજ્ઞ કરીને દત્ત મંત્રી વિખ્યાત બની ગયો. એક દિવસ કુંભરાજાને કેદ કરીને જાતે જ રાજા બની બેઠો.
એ વખતે તે દત્તના મામા કે જે કાલિકાચાર્ય નામે આચાર્ય હતા, તે એ જ નગરીમાં પધાર્યા. દત્ત મંત્રીની માતા જૈન ધર્મી હતા. તેથી તેણે દત્તને કહ્યું કે તું મામા મા'રાજને વંદન કરવા જઈ આવ. દત્ત મંત્રીએ કાલિકાચાર્યને પૂછયું કે આ યજ્ઞનું મને શું ફળ મળશે.
આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું કે તમે જે યજ્ઞ કરી રહ્યા છે તેથી નીચે નરક ગતિની પ્રાપ્તિ થાય. દત્ત કહે તમારી વાતની કઈ સાબીતી આપી શકશે? આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું કે હા ! આજથી સાતમે દિવસે ઘેડાના ડાબલાથી ઉડેલી વિષ્ટા તમારા મુખમાં પડશે અને તે અનુમાનથી તમારી નરકગતિ નકકી થઈ જાણજે. કાલિકસૂરિએ જે નિરવ વચન કર્યું તેનું નામ જ સમવાદ,
શ્રાવકના છત્રીસ કર્તવ્ય વર્ણવતા જણાવે કે છાવીહ બાવક્ષયમી