________________
પિસે ખર્યા વિના પુન્ય મેળો
૧૪૫
કેમ કે ગુરુ મહારાજે કહ્યું છે કે સુવર્ણ-મણીના પગથીયાવાળું મંદિર કરાવે તેથી પણ સામાયિકમાં ઘણું પુન્ય થાય છે.
સામાયિક શબ્દમાં સમાય પદને સુન્ પ્રત્યય લાગી સામાજિક બન્યું. સમાય એટલે સમ ને સાય. પણ સમ એટલે શું ?
(૨) સમ :- સમસ્થિતિ સ્વરૂપમાં લીનતા કે મગ્નતા. અનાદિ કાળથી આત્માની સ્થિતિ વિષમ છે. તે મટાડીને સમ કરવી.
(૨) સમ :- સમભાવ, મિત્રતા કે બંધુત્વ. અન્ય સર્વ જેને આત્મા સઈશ માનવા અને તેમની સાથે સમાન રીતે વર્તવું તે.
(૩) સમ :- રાગ દ્વેષ રહિત અવસ્થા, મધ્યસ્થતા કે વીતરાગતા. આ અર્થનો મર્મ એ છે કે આસક્તિને કારણે પદાર્થોમાં કરેલી મને કે અમનેશ, ઈષ્ટ કે અનિષ્ટ અથવા પ્રિય કે અપ્રિયપણાની કલ્પનાને દૂર કરવી.
(૪) સમ:- દર્શન, જ્ઞાન અને ચારિત્રને સમન્વય. આ અર્થનું રહસ્ય છે– શ્રદ્ધા અને જ્ઞાન પૂર્વક ચારિત્રની સુધારણ કરવી.
આવા પ્રકારના સમ ને લાભ તેને સામાયિક કહેવાય. હવે બેલે પસે ખર્ચા વિના પુન્ય મળે કે નહીં ? (મલે)
અરે પુન્ય શું પુન્ય કે પાપ બધા પ્રકારના કર્મોને ભુક્કો બોલાવને મોક્ષ પણ મળી જાય. પણ પૈસા ખર્ચીને કદી મેક્ષ મલતા નથી.
અનુક્રમે તે ગૃહસ્થ શેઠ આર્તધ્યાન કરતે મૃત્યુ પામ્યા. અને હાથી થયે. અને તે વૃદ્ધા સામાયિકના ધ્યાનમાં મૃત્યુ પામી અને રાજાની પુત્રી થઈ.
એક વખત રાજાના માણસે તે હાથીને પકડી લાવ્યા. રાજાને હાથી પસંદ આવ્યો ને તેણે હાથીને પટ્ટહતિ પદે સ્થાપે. રાજમાર્ગે ચાલતા એક વખત હાથીએ પોતાનું ઘર વગેરે જોયું. તે જોતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધું યાદ આવતા મૂછ ખાઈને ત્યાં જ ઢળી પડયા. આ દશ્ય જેવા રાજકુમારી પણ ત્યાં આવી. વિચાર કરતાં કરતાં તેને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. પિતાના બે હાથ વડે હાથીને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ હાથી ઉઠયો નહીં ત્યારે રાજકુમારી બેલી
उठ सिठि मम भंतकर करि हुओ दाणवसेण हुं सामाइय राजधुअ बहु गुण समदिय तेण