________________
૧૪૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કૃષ્ણ મહારાજા કે શ્રેણિક મહારાજાની સ્થિતિ કેવી હતી? સારી સ્ત્રી જુએ ત્યાં તે જાણે સુકાવા માંડે. કેટકેટલા જોખમે ખેડતા સ્ત્રી મેળવવા માટે. કેટલી લડાઈઓ કરી હતી કૃષ્ણ મહારાજાએ મીણ વગેરે સ્ત્રીને મેળવવા.
આટલું કરવા છતાં જ્યાં સામાયિક–સંયમ શબ્દ કાને પડે એટલે ખલાસ. પછી ન સ્ત્રીને શગ, ન કુંવરને રાગ કે ન કુંવરીને રાગ.
અભયકુમાર કેણિકને ગર્ભથી ઓળખે છે. ચેલણને શ્રેણિકના આંતરડાં ખાવાની ઈચ્છા થઈ તે જે રીતે અભયકુમારે પુરી કરી, જે રીતે પિતાની બુદ્ધિપૂર્વક ચલણું રાણુને દોહદને સંખ્યા , તે જોતા જન્મથી જ કેણિક કે પાકશે તે અભયકુમારને ખબર હશે કે નહીં? તેને હાથમાં રાજ્ય આવે તે નખેદ વાળી દેશે તે પણ નક્કી હશે કે નહીં ? છતાં જ્યાં સર્વવિરતિ સામાયિક લેવાની વાત આવી ત્યાં શ્રેણિકે ચૂં કે ચા ન કરી.
અરે મહામહે મેળવેલી રાણી દીક્ષા લેવા તૈયાર થઈ તે કૃષ્ણ મહારાજા પણ અવાજ ન કરે. કેમ કે સર્વવિરતિ સામાયિક પ્રત્યે અનન્ય રાગ છે. ચૌદ પૂર્વધર પણ સામાયિક ઉરે પછી થાય. તીર્થંકર પરમાત્માને પણ મન:પર્યવજ્ઞાન સામાયિક ઉચ્ચરે ત્યારે જ થાય છે. શાસન પણ સામાયિક છે ત્યાં સુધી જ ચાલુ છે. પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ કેમ કહ્યું? કારણ કેઈ સામાયિક ઉચ્ચરનાર ન મલ્ય. તીર્થની ઉત્પત્તિને કે ટકવાને આધારે જ સામાયિક છે. જે દિવસે સામાયિકવાળું કઈ જ નહીં રહે તે દિવસે તીર્થ પણ નહીં રહે.
પણ સામાયિકનું મહત્ત્વ ન જાણતે ધનાઢય શેઠ તે પેલી ડિશીને વલોપાત જોઈ સમજી શકતું નથી એટલે પૂછે છે કે અરે ડેશી એક વસ્ત્રને કટકે લઈ હાથ પર આમ તેમ ફેરવ્ય કે ન ફેરવ્ય તેમાં શું બગડી ગયું? તારું કયું પુન્ય ઓછું થઈ ગયું? તારી સામાયિકમાં એક પૈસાનો ખર્ચ તે બિલકુલ થતું નથી. જે આવા કપડા ઊંચા નીચા કરવામાં જ ધમ થતું હોય તે દુનિયામાં કઈ દાન આપે જ નહીં.
આ વાત સાંભળી વૃદ્ધા બેલી ઉઠી, શેઠ ! આવી વાત ન કરતે.