________________
પસે ખર્યા વિના પુન્ય મેળવે
૧૪૩
ઉપદેશ પ્રાસાદ ગ્રન્થમાં શ્રીમાન વિજય લક્ષમી સૂરિજી મહારાજા સામાયિકનું મહત્વ ફરમાવતા જણાવે છે કે બે ઘડી સમભાવે સામાયિક કરતે શ્રાવક ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯ર૫ ૧/૩+ ૮૯ પોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. વળી જે કઈ મેસે ગયા છે, જાય છે કે મેક્ષે જશે-તે સર્વ સામાયિકના પ્રભાવથી જાણવા.
दिवसे दिवसे लक्खं देइ सुवन्नस्स खंडियं एगो
इयरो पुण सामाइय करेइ न पहूप्पए तस्स સંબધ પ્રકરણમાં શ્રાવક વ્રત ગાથા ૧૧૩માં જણાવે કે એક મનુષ્ય દરરોજ લાખ ખાંડી સુવર્ણનું દાન કરે અને બીજે માણસ રાજ સામાયિક કરે તે પણ દાન દેનારે (માણસ) સામાયિક કરનારને પહોંચે નહીં. માટે જ આપણે આજનું પરિશીલન રાખ્યું
પો ખર્ચા વિના પુન્ય મેળોપણ શ્રાવકનું આખરી લક્ષય તે મક્ષ જ હોઈ શકે, પુણ્ય ઉપાજન કરવાનું નહીં. એ વાતને ધ્યાનમાં રાખી જ્ઞાની પુરૂષે જણાવે છે કે કરોડે જન્મ સુધી તીવ્ર તપ કરનારે આત્મા જેટલા કર્મો ખપાવી ન શકે તેટલા કર્મો સમતાભાવથી ભાવિત ચિત્તવાળે આત્મા અર્ધ ક્ષણમાં ખપાવી શકે છે. આજ છે સામાયિક કરવાનું સાચું મહત્વ કે
કોઈ નગરમાં એક ધનાઢય શેઠ રહેતા હતા. તે ખૂબ જ દાતાર હતા પણ પાત્ર કે અપાત્રની વિચારણા કર્યા વિના લાખ સુવર્ણનું દાન આપે, પછી પિતાના પલંગ પરથી નીચે ઉતરે. તે શેઠની પડેશમાં રહેતી એક વૃદ્ધા હંમેશા એક સામાયિક કરે.
એક વખત કેઈ કારણવશાત્ તે ગૃહસ્થને દાનમાં અને શ્રાવિકાને સામાયિક કરવામાં કંઈક અંતરાય થયો. બંનેને અતિ ખેદ થવા લાગ્યો. તે વૃદ્ધાને ખેત સાંભળી પેલા ગૃહસ્થ ગર્વથી કહ્યું કે અરે એય ડેશી તું આટલો બધે વલોપાત શેને કરી રહી છે?
હવે જે માણસને સામાયિકનું મહત્વ ખબર નથી તેને શું ખબર પડે કે એક સામાયિક ન થવાને વલેપાત કેટલે અને કેવું હોય?
સામાયિકની પ્રીતિને જણાવતા પૂજ્ય આગમ દ્વારકા શ્રીએ પ્રવચન શ્રેણીમાં જણાવ્યું કે તીર્થંકરપણાની જે કઈ જડ હોય તે તે છે સામાયિકની પ્રીતિ. અન્યથા તીર્થંકર થઈ શકાય જ નહીં.