________________
૧૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જોશુઆ લેબમેનને સમજાઈ ગયું કે મનની શાંતિ અને સમતા વિના આ બધી જ પ્રાપ્તિ નિરર્થક બનવાની છે.
આપણે અહીં સામાયિકના કર્તવ્યની વાત જણાવતા તે માત્ર બે ઘડી જ એટલે કે ફક્ત અડતાલીશ મિનિટ માટે જ સમતાની સાધના કરવાનું જણાવેલ છે.
શ્રાવકને માટે મનહ જિણાણું સઝાયમાં કર્તવ્યની નેધ કરતાં જણાવ્યુ છે કે જીવો સાવામિ ૩ જુત્તો ટ્રોફ ૧૬ વિવાં – પ્રતિ દિન છે આવશ્યકમાં ઉદ્યમ વંત રહે. આ છ આવશયકમાં સર્વ પ્રથમ આવશ્યક મુકયું સામાયિક. સામાયિક એટલે શું?
સામાયિક શબ્દની વ્યાખ્યા જુદા જુદા સાત નાની અપેક્ષાએ કરતાં જણાવે કે
(૧) નગમનય - સામાયિક એટલે મેક્ષ, કેમ કે સામાયિક મેક્ષના કારણરૂપ છે.
(૨) સંગ્રહનય - જીવ અથવા આત્માને પિતાને મૂળ ગુણ તેને જ સામાયિક કહેવાય.
(૩) વ્યવહાર નય : સમતા અને યત્નાએ પ્રવર્તવુ તેનું નામ સામાયિક.
(૪) શબ્દ નમ:- અષ્ટ પ્રવચન માતાનું પાલન, સાવદ્યોગથી નિવર્તન અને કષાયને ત્યાગ તેને સામાયિક કહેવાય.
(૫) સમભિરૂઢ નય – અપ્રમત્તતા કેળવાયાથી ઉત્પન્ન થતા જે સ્વાભાવિક ગુણે તે જ સામાયિક કહેવાય..
(૬) એવભૂત નય – મન વચન કાયાના યોગે સાવાયેગથી નિવર્તવું તેને સામાયિક કહેવાય.
(૭) હજુનય :- ઉપરોગ રહિત બાહ્ય યત્ન તે સ્થૂલ સામાયિક અને ઉપગ સહિત બાહ્ય યત્નને સૂમ સામાયિક કહેવાય.
આ રીતે પ્રત્યેક ના સામાયિકને અલગ અલગ રીતે ઓળખાવે છે. તેમાં માત્ર વ્યવહાર નયને લક્ષમાં રાખીને સમભાવની આરાધના દ્વારા સામાયિકની સાધના કરે તે ક્રમશઃ બીજા નાની વ્યાખ્યા સાર્થક બનાવી શકશે. સામાયિક એક એવું સાધન બતાવેલ છે જેમાં પૈસે ખચ્યા વિના પુન્ય મેળવી શકાય છે.