SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) સામાયિક–મહત્વ – ઈસે ખર્યા વિના પુન્ય મેળવો देश सामायिकं श्राद्धो वितन्वन् घटिकाद्वयम द्रव्यादीनां व्ययाभावा-दहो पुण्यं महद भवेत બે ઘડીનું દેશ સામાયિક આચરતા શ્રાવકને દ્રવ્યાદિકના વ્યય વિના પણ ખરેખર કેટલું મોટું પુણ્ય થાય છે. સામાયિક માટે બે ઘડીનું પ્રમાણ લખ્યું. બે ઘડી એટલે અડતાલીસ મિનિટ. બે ઘડી પર્યત વચન યોગ અને કાયાગની નિવૃત્તિ. એટલે કે બોલવા-ચાલવાનું બંધ કરવું. માત્ર ધર્મધ્યાનમાં મગ્ન રહી, પરિણામ વિશુદ્ધિ માટે પ્રયત્ન કરે. આવા સમયે શ્રાવકને સાધુ સરી ગયે. સમજો રૂa સાવો દૃવ. આ રીતે બે ઘડીનું દેશ સામાયિક જ્ઞાન-દર્શન–ચારિત્રને લાભ અપાવનારુ થાય છે. - ઉત્તરાધ્યયન સૂત્રના ર૯માં અધ્યયનમાં કહ્યું કે હે ભગવન્! સામા યિકથી પ્રાણીને શું લાભ થાય? ગૌતમ ! સામાયિકથી સાવદ્યાગની વિરતિ થાય...પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ. પણ સામાયિકમાં પ્રાથમિક શરત શું મુકેલી છે? સમતા- “સમભાવ” કેળવવું તે. જોશુઆ લેબમેન જ્યારે યુવાન હતા તે સમયને એક પ્રસંગ છે. પિતાના જીવનમાં કઈ કઈ વસ્તુ પ્રાપ્ત કરવી, કઈ કઈ ઉપલબ્ધિ હસ્તગત કરવી કે કઈ % સિદ્ધિ હાંસલ કરવી તેના સ્વપ્ન જુએ. તેઓએ પોતાની ઈચ્છીત વસ્તુઓની, સ્વાસ્થ, સુયશ, શક્તિ, સંપત્તીની યાદી બનાવી. થોડા દિવસે માટે તે બાબત પ્રયત્નો પણ કર્યો, પણ કંઈ વિશેષ પ્રગતિ થતી જણાઈ નહીં. પિતાની સમગ્ર યાદી લઈ પહોંચ્યા અનુભવી અને પરિપકવ વૃદ્ધા પાસે. યાદી બતાવીને તે વૃદ્ધ માણસને પૂછ્યું કે આ બધું પ્રાપ્ત કરવાથી જીવનની સમસ્ત ઉપલબ્ધિ સિદ્ધ ન થઈ શકે? વૃદ્ધના મુખ ઉપર સ્મિત ફરકી ગયું. વૃદ્ધ માણસ કહે વાહ! યાદી તે ખૂબ સરસ બનાવી છે. પણ એક મહત્વની વસ્તુના અભાવે તમારી યાદી નિરર્થક બની જશે. આટલું કહી તે વૃદ્ધ માણસે હાથમાં કલમ લીધી. સમગ્ર યાદીને અંતે સેંઠુ સમતા અને શાંતિ,
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy