________________
સમભાવની સાધના
૧૩૭
કર્યો. આનું પણ કલ્યાણ થાઓ અને આનું પણ કલ્યાણ થાઓ. બંને જ બોધ પામે એ જ હતી પરમાત્માની દષ્ટિ. કેવી અદ્દભુત સાધના હતી સમભાવની ! - સામાયિકને અર્થ કરતાં પણ આજ વાત શાસ્ત્રકારોએ જણાવી છે. આરંભના કાર્યો છેડી જે સામાયિક કરાય છે તેને વ્યવહારથી નવમું વ્રત જણાવ્યું અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મ વડે સર્વજીને સમાન જાણી સમભાવ જ રાખ તેને નિશ્ચયથી નવમું વ્રત એટલે કે સામાયિક વ્રત કર્યું.
વ્યવહાર ધર્મ સાથે જ્યારે નિશ્ચય ધર્મ જેડાય ત્યારે તે ધર્મ આરાધન મેક્ષ માગે ગમન કરાવનાર બને છે.
હર્ષ પુર નામે નગરમાં દમદંત નામને એક પરાક્રમી રાજા રાજ્ય કરે. તે જ્યારે જરાસંઘને યુદ્ધમાં સહાય કરવા ગયા ત્યારે હસ્તિનાપુરના રાજવી પાંડવ અને કૌરવોએ ઘેરે ઘાલીને હસ્તિનાપુર જીતી લીધું. દમદંત રાજાએ લડાઈ કરીને પિતાનું રાજ્ય પાછું મેળવી લીધું.
એક વખત પોતાના મહેલની અગાસીમાં બેઠે હતે. આકાશમાં જોયા કરે. વાદળાઓ ઘેરાય છે અને વિખરાય છે. મનમાં ચિતન ધારા પ્રગટી. આવા રમણીય વાદળ વિખેરાતા શી વાર લાગશે. એ રીતે અનિત્ય ભાવના ભાવતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારને અસાર જાણી પુત્રને રાજય સોંપી સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા.
વિહાર કરતાં કરતાં એક વખત પહોંચ્યા હસ્તિનાપુર નગરે. કાઉસગ્ન ધ્યાનમાં ઉભા છે ત્યાં પાંડ પસાર થયા. દમદંત ઋષિને જોઈ ને પ્રશંસા કરી. ત્રણ પ્રવૃક્ષિણ દઈ મુનિને વંદના કરી. થોડી વાર થઈ ત્યાંથી કૌર પસાર થયા કૌરએ જોયું કે આ મુનિ તે એ જ જણાય છે, કે જે હસ્તિનાપુરના દમદંત રાજા હતા. તેમના હાથે મળેલી સજજડ હાર થઇ આવી. તરત ઈટ અને પત્થરો લઈ માંડયા ફેંકવા વરસાદ વરસાવી દીધે ઈટ-પત્થરને. દમદંત મુનિને લગભગ દાટી દીધા એમ કહી શકાય.
- આ રીતે પાંડેએ ઇમત મુનિની સ્તુતિ કરી અને બહુમાન પૂર્વક નમસ્કાર કર્યા. જ્યારે કીરએ નિંદા કરી ઉપસર્ગ કર્યો. પણ બને નિમિત્તોમાં દમદંત મુનિ તે સમભાવ ધારણ કરી ધ્યાનમાંથી વિચલીત ન થયા.