________________
૧૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
રેના પ્રત્યાખ્યાન કર્યા અને દેશવિરતિ સામાયિક પણ પ્રાપ્ત થયું. અનુકમે વૈરાગ્ય વધવા લાગ્યું. શસ્ત્રો મુકીને તેઓ ભાવ લેચના પરિણામી થયાં. તરત સર્વવિરતિ સામાયિકને પામી ગયાં. સવાર સુધીમાં કેવળજ્ઞાન પણ થઈ ગયું ને ચારે ચિરાએ દ્રવ્ય લોચ કરી દીધો. દેવતાએ આવીને મુનિવેશ આપે.
આમ માત્ર ગૃહસ્થની સામાયિકનું દર્શન ચારે ચેરાને સર્વ વિરતિ સામાયિક પ્રાપ્ત કરાવી મેક્ષ મહેલમાં બિરાજમાન કરાવનારું થયું. તે તે ગૃહસ્થનું સામાયિક-લક્ષ કેટલું અને કેવું સુંદર હશે !!!
આ સામાયિક જુદા જુદા આઠ નામથી ઓળખાય છે. કહેવાય છે તે બધાં સામાયિક ના પર્યાય, પણ દરેક નામ પ્રમાણે તેના અલગ અલગ અર્થ પણ સ્થાપિત કરાયેલાં છે.
આ આઠ નામો (૧) સામાયિક (૨) સમયિક (૩) સમવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિણા (૮) પ્રત્યાખ્યાન એ પ્રમાણે છે.
(૧) સામાયિક - સામાયિક નામક ભેદને અર્થ છે સમભાવ રાખ તે. જેને માધ્યસ્થ ભાવ અથવા રાગદ્વેષના અભાવની સ્થિતિ કહે છે.
जो चन्दणेण बाहुं आलिपइ वासिणा वि तच्छेइ
संथुणइ जो अ निदइ महिरिसिणो तथ्थ समभावा કેઈ ચંદન વડે ભૂજાને વિલેપન કરે અને કેઈ વાંસળા વડે તેને છે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરે (પણ) મહર્ષિ તેના પર સમભાવ વાળા જ હોય. એટલે કે સમભાવ સામાયિકના અર્થની સ્પષ્ટતા કરતાં જણાવે કે સમભાવમાં રહેલાને કેઈ સ્તુતિ કરે અને કેઈ નિંદા કરે તે પણ તે તેમાં મહાશે નહીં કે મુંઝાશે નહીં, એ જ રીતે આવા જીવને ચંદનનું વિલેપન અથવા વાંસળાથી છેદતા થતું રૂધિર વિલેપન બંનેમાં સમભાવ જ રહે છે. તે જ ખરી સમભાવની સાધના.
શ્રી વીર પરમાત્માને પણ ચરણે ઈન્દ્રએ ભક્તિ વડે સ્પર્શના કરી અને ચંડકૌશિક સર્ષે શ્રેષથી સ્પર્શના કરી. સ્પર્શના તે બને એ કરી પણ એકમાં રાગ વિદ્યમાન હતે બીજામાં શ્રેષ– એક સ્પર્શ શીતળતાને દેતા હતા જ્યારે બીજાએ રૂધિરની ધારા વહાવી દીધી. તે પણ પ્રભુ તે અલિપ્ત જ રહ્યા. તેને તે બંને ઉપર સમભાવ ધારણ જ