________________
૧૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આવતા હોય તેવી લીલા રચી છતાં પ્રભુ ક્ષોભ ન પામ્યા.
છેવટે ભયંકર મેઘ વિકુ, કાળની જીભ જેવી વિજળીના લબકારા વચ્ચે વરસાદ વરસવ શરૂ થયો. મુશળધાર વર્ષા વરસી, ક્ષણવારમાં તે પ્રભુની નાસિકા સુધી પાણી આવી ગયા. છતાં પ્રભુ ચલીત ન થયા
આ સમયે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનને ઉપગ મુકે તરત જ પ્રભુના ઉપસર્ગની જાણ થઈ. નીચે આવી પ્રભુને વંદના કરી. કેવળીના આસન સમાન લાંબા નાળચાવાળું સુવર્ણ કમળ વિકુવી પ્રભુના ચરણયુગલ નીચે સ્થાપીત કર્યું. કાયા વડે પ્રભુના પુષ્ઠ ભાગ તથા બે પડખાં ઢાંકી દીધા. સાત ફણા વડે પ્રભુને માથે છત્ર ધર્યું. તે સમયે ધરણેન્દ્રીઓ પ્રભુ પાસે નૃત્ય કરવા લાગી. વાજીત્રાદિક વગાડવા લાગ્યા. અભિનયા વડે રમણીય નર્તન થયાં છતાં પણ પ્રભુજીના ધ્યાનમાં કઈ ફર્ક ન પડો. | મેઘકમારના ઉપસર્ગોથી દ્વેષ ન પામનાર પ્રભુને એવા વિકટ ઉપસ સમયે આવીને અપૂર્વ ભક્તિ કરનાર ધરણેન્દ્ર પર પણ કોઈ રાગ ઉત્પન્ન ન થયો. માટે તેની સ્તવનામાં આ શબ્દો વપરાયા.
જિનાજી કમઠ ધરણુપતિ ઉપર તુ સમચિત્ત ગણે રે લોલ
સંક્ષેપમાં કહીએ તે સમ એટલે રાગ દ્વેષ ના મધ્યમાં વર્તનાર. અને માજ એટલે સમ્યગ દર્શનાદિને જે લાભ. તેને તમારે કહેવાય. સમય ને વિનયવિષ્યઃ સૂત્રથી સ્વાર્થમાં દુરુ પ્રત્યય લાગતા સામજય થયું. સામાયિકના ત્રણ (ચાર) ભેદ શાસ્ત્રકારો દર્શાવે છે.—
सामायिक स्यात्वैविध्य, सम्यक्त्वंच श्रुतं तथा
चारित्र तृतीयं तच्च, गृहिकमनगारिकम् સામાયિક ત્રણ પ્રકારે કહેવાય છે. (૧) સમક્તિ સામાયિક (૨) શ્રત સામાવિક (૩) ચારિત્ર સામાયિક. આ ચારિત્ર સામાયિકના બે ભેદ દર્શાવ્યા–ગૃહિક ચારિત્ર સામાયિક અને અનગારિક ચારિત્ર સામાયિક.
(૧) સમક્તિ સામાયિક – જીવાદિ તો પ્રત્યેની નિર્મલ શ્રદ્ધા છે શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકય એવા પાંચ લહાણે વડે ઓળખાવાય છે.