________________
સમભાવની સાધના
૧૪૩
બસ થઈ રહ્યું. પેલી સ્ત્રીની રાગદશામાં શંકાનું બીજ રોપાઈ ગયું. ફરીવાર શેઠની પુત્રવધૂ બહાર જઈને આવી ને શ્રેષ્ઠીપુત્રે જણાવ્યું, આજે તે બને નાસી જવાની યોજના ઘડી રહ્યા હતા. આ તો હું આવી ગયા એટલે ચુપચાપ બેસી ગયા. હવે તું બરાબર ધ્યાન રાખજે નહીં તે તારો પતિ ને મારી પત્ની બંનેને ઈ બેસીશું.
ત્રીજી વખત પેલી સ્ત્રીને ફરજિયાત જવાનું થયું એટલે શ્રેષ્ઠીપુત્રે બને મડદાંને કુવામાં પધરાવી દીધાં ને પકે પેકે રેવા માંડયો. શેઠની પુત્રવધૂ આવીને પૂછે છે, એલા આમ બાયડી માફક રડે છે શું ? શ્રેષ્ઠી પુત્ર કહે શું કરું? આ તે બન્ને ભાગી ગયા હવે શું કરશું?
પુત્રવધૂ સ્વસ્થતાથી બેલી બહુ સારું થયું ભાગી ગયા છે. આપણે નકામા આની પાછળ દુ:ખી થતાં હતાં. હવે તેને રાગ ચાલી ગયેલ એટલે કંઈ થયુ નહીં'.
સામાયિકમાં સમતા/મધ્યસ્થતાની વ્યાખ્યા જણાવી તેમાં પણ આ વાતને જે મહત્વ આપ્યું કે રાગને છોડી દો તે પાગલપણું ચાલ્યુ જશે. શગ જશે તો દ્વેષ જવાનો છે. એટલે રાગ દ્વેષને સમ ગણીને આત્માને કર્મબંધથી લેપતે અટકાવ તે સમભાવની સાધના.
कमठे धरणन्द्रे च स्वोचित्त कर्म कुर्वति
प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्विनाथ श्रियेस्तुवः સકલાહિત્ સ્તોત્રમાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં આ વાત જ જણાવી. કેવા પ્રભુની સ્તુતિ કરો છો? કમઠ, કે જેણે ઉપસર્ગો કર્યા અને ધરણેન્દ્ર આવીને ભક્તિ કરી ગયા તો પણ પ્રભુનું ચિત્ત બને વિશે સમાન રહે છે. તેને ધરણેન્દ્ર પર રાગ નથી અને કમઠ પર દ્વેષ નથી.
આ વાત બેલવી સહેલી છે. પણ ધ્યાનથી કમઠના જીવ મેઘકુમારે કરેલા ઉપસર્ગો સાંભળજે તે ખબર પડશે કે સમભાવની સાધના કોને કહેશે ?
કરવત જેવી દાઢવાળા, વા જેવા નખાંકુર અને પિંગલ નેત્રવાળા કેશરી સિંહ વિકુર્લા, પૃથ્વી પર વારંવાર પૂછડાં પછાડીને મોઢેથી ધુત્કાર શબ્દો કર્યા-તથાપી પ્રભુ નિશ્ચલ રહ્યા. એટલે ગર્જના કરતા અને મદ કરતા હાથી વીકુળં. પછી રીંછ, ક્રુર ચિત્તાઓ, વીંછીઓ, દષ્ટિવિષ સર્પો વિક્ર્ષ્યા, અને પ્રભુને ચલાયમાન કરવાના પ્રયત્નો કર્યા. તથાપિ પ્રભુ ચલાયમાન થયા નહીં. ભયંકર વૈતાલે જાણે પ્રભુ પર દોડતા