________________
૧૩૨
અભિનવ ઉપદેશ પ્રસાદ
ત્માની સ્તવના કરતા પદમ વિજયજી મહારાજે પણ લખ્યું કેરાગ ગ તુજ મન થકી તેહમાં ચિત્ર ન કોઈ રૂાર અમિષથી રાગ ગાયો તુજ જન્મથી, દુધ સહોદર હાઈ
પ્રભુને વીતરાગ કહ્યા. કેમકે વીતરાગ એટલે જેના મનમાંથી પણ રાગ ચાલ્યા ગયા છે તેવા. રાગ એ મૂળ છે અને દ્વેષ તેને વિસ્તાર છે. તે બન્નેની મધ્યમાં રહીને સમભાવની સાધના કરવાની છે. છતાં રાગનું મૂળ કાપી નાખશો તે દ્વેષની ગ્રથિ ભેદાતાં વાર નહી લાગે.
એક શેઠ હતા તેને ઘરમાં એકને એક પુત્ર પુત્રવધૂ ખૂબજ હોશીયાર, અને સમજુ મળેલી. તે સ્ત્રીને પિતાના પતિ ઉપર અતિ સ્નેહ હતું. તેની દુનિયાનું સર્વસ્વ –જે કાંઈ ગણે તે શેઠને પુત્ર જ હતે. અચાનક શેઠને પુત્ર મૃત્યુ પામ્યા. તે સ્ત્રીને જબરજસ્ત આંચક લાગે, મગજ અસ્થિર થઈ ગયું. પતિના શબને ખોળામાં લઈ વાતે કર્યો કરે. તમે કેમ બોલતા નથી? તમે જમતા કેમ નથી? લોકે ઘણું સમજાવે કે તારે પતિ મૃત્યુ પામ્યા છે. પણ તે સ્ત્રી મરણની વાત સાંભળવા જ તૈયાર નથી, ઘરનું કામકાજ બરાબર સંભાળે. પણ જેવી પતિની વાત આવે ત્યાં જીદ લઈલે કે જેને મારા સ્વામી હમણાં બોલશે!
પુત્રવધૂને સ્નેહરાગ જોરદાર હતું એટલે આઘાત જીરવી શકી નહીં. સમય જતાં તે શબમાંથી દુર્ગધ વછૂટવા લાગી પણ પેલી સ્ત્રીને જાણે કશું જ થતું નથી. કારણ રાગની પ્રબળતા છે. શબને ગામ બહાર લઈ જઈને રહે છે. રાગાંધ બનેલી તે સ્ત્રી પતિના મૃત્યુને કેમેય સ્વીકારતી નથી.
એક શ્રેષ્ઠિપુત્રને આખી વાત જાણવા મળી. તેને થયું કે જે આનો રાગ ઘટે તે જ કેઈ ઉપાય થઈ શકે. તે કોઈ સ્ત્રીનું મૃતક લઈને પહોંચ્યો ગામ બહાર. પેલી સ્ત્રીની પાસે આવીને રહ્યો. બન્ને સાથે રહેવા લાગ્યા. એક વખત પેલી સ્ત્રી બહાર જઈને આવી ત્યારે શ્રેષ્ઠીપુત્ર કહે, અરે ! મારી પત્ની ને તારે પતિ તો વાત કરે છે. અને એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. મને તે બહુ દુઃખ થયું. અરેરે! હું આની પાછળ ઘરબાર છોડીને આવ્યો અને આ તે પારકા પુરુષને પ્રેમ કરવા લાગી.