________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૭
માણસે શોધીને લાવ્યા. બાદશાહ પૂછે કે કેમ રોકાઈ રહ્યા હતાં ? મહણસિંહે જવાબ આપે નામદાર હું સૂર્ય ઉદય પૂર્વે કે સૂર્યાસ્ત સમયે ગમે ત્યાં હોઉં તે પણ સારા પ્રતિક્રમણ કરું છું. બાદશાહ કહે પણ આપણું શત્રુઓ ઘણું છે. ક્યારેક તમને કેઈક મારી નાખશે તે? મહણસિંહે ટુંકે જવાબ આપ્યો, ધર્મ સાચવતાં મોતને ભેટીએ તે વિશેષ રૂડું શું?
બાદશાહે ખુશ થઈને તેની ઉભયકાલ પ્રતિક્રમણ વિધિ સાચવવા ૧૦૦૦ સુભટે રક્ષા કરવા રોક્યા. આવા મહણસિંહે એક વખત ગુરુ મહારાજની વાણી સાંભળી શિલત્રત અંગીકાર કર્યું. તેના શીલ ગુણ અને નિર્મળ ચિત્તને લીધે તેને બાદશાહે અંતપુરના રક્ષકેને ઉપરી બનાવ્યું. પણ એક વખત તેને અંત:પુરમાંથી બહાર નીકળતે જોઈ બાદશાહ ગુસ્સે થઈ ગયો. તેના વચ્ચે ઉતરાવી પ્રહાર કરવા જાય છે ત્યાં તેની કેળ ઉપર સાત તાળા મારેલો કચ્છ જોઈ ને બાદશાહ હર્ષ પામ્યા. બાદશાહ કહે આ તાળા ઉઘાડી નાખ. નામદાર તેની ચાવી તે મારી સ્ત્રી પાસે રહે છે.
બાદશાહ તેના આવા ઉજજવલ શિલથી અતિ પ્રભાવીત થયે. લોકેને થયું કે ખરેખર જેણે આ ભવમાં પોતાના આત્માને નિયં. ત્રીત કર્યો છે. તે પરભવમાં કઈ રીતે પીડા પામવાને?
બાદશાહે તેને વસ્ત્ર વગેરે આપી ને આદર સત્કાર કર્યો. લોકમાં પણ તેની શીલવાન અને સત્યવાદી તરીકેની છાપ ઉપસી.
એક વખત કેઈ દુર્જને બાદશાહના કાન ભંભેર્યા. મહણસિંહ પાસે ૬૪ ટક સુવર્ણ છે. ત્યારે તેણે રાજા પાસે સાત દિવસની રજા માંગી. હું ગણતરી કરીને જવાબ આપીશ. સાતમે દિને હાજર થઈ જણાવ્યું કે મારી પાસે ૮૦ લાખ ચાર હજાર સુવણું છે. રાજા પ્રસન્ન થઈ ગયો.
આવા સત્યવાદી મહણસિંહની પરીક્ષા કરવાની બાદશાહને તમને ન્ના જાગી. મહણસિંહના હાથે પગે બેડી નાખી કારાગૃહમાં મુકે. આખો દિવસ લાંઘણ થઈ. છતાં સાંજે સૈનિકને બે સેનૈયા આપી બેડી કઢાવી પ્રતિક્રમણ કર્યું. આ રીતે એક મહિનામાં સાઠ સેનેયા ખગ્યા પણ પ્રતિક્રમણ છેડયું નહીં ત્યારે બાદશાહે પણ તેને મુક્ત કરી શિરપાવ આપ્યો.