________________
૧૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉપાધિ મુકે. મલકને આંટે મારી પાછા ફરશે તે યે મારે લાયક માણહ મળવું મુશ્કેલ છે. અઢાર વરસની અવસ્થાને આંબુ આબુ થતી પાલક પુત્રી રામબાઈને માથે અહીયા કાઠીની આંખે ખેડાઈ ગઈ, બેલ્યા– “દીકરી” દેવના દરવાજા કાંઈ દેવાઈ નથી ગ્યા.
રામબાઈને થયું કે ભીતરના ભાવ ભંડારવામાં હવે કંઈ મજા નથી. રામબાઈ બોલ્યા “બાપુ” મને પરણવાના કેઈ ઓરતા નથી. મારું મન તે મારાજના માળે બેઠું છે. બાપુ તમારા પગે પળું. હવે મારે સંસારની ચારણીમાં નથી ચળાવું. મને મોક્ષને મારગ જવા દો.
જીદે ચડેલી રામબાઈને સમજાવતા ખાચર બેલ્યા બેટા મારાજ કહેશે તેમ કરશું હાઉં હવે તારે કંઈ કહેવું છે?
અઢીયા ખાચરે સીધે ગઢડાનો મારગ ધાર્યો. એક ખેપીયાને મેક ગઢડા માથે. સવારને પહોર હતે. શ્રીજી મહારાજ ગઢડા મધ્યે લીલુડા લીંબડાને છા કરી ઢોલીએ બીરાજમાન હતા. ધોળા વસ્ત્રો ધારણ કર્યા હતા. સસંગીઓ બેઠા બેઠા શ્રીજી મહારાજના વચને વિણી વીણુને ચિત્તમાં સંઘરી રહ્યા હતા. અહીયા મારાજના ખેપીયાએ દેવના દરબારમાં ડગ દીધા. મારાજને અહીયા ખાચરના મનની મુંઝવણ જણાવી. મહારાજ તે મેં મલકાવીને બેલ્યા, રામબાઈને કહેજો કે પરણીને પ્રભુ ભજવા. ખેપીયાના વાવડથી અહીયા ખાચર તે ભક્તિના ભાવમાં ભીંજાઈ ગયા.
રામબાઈ ત્યારે મૌન જ રહ્યા. અંતર ઉરમાં મારાજના ઉત્તરને બરાબર સંઘરી લીધે. અલૌયા ખાચરે રામબાઈનું સગપણ લીધું અને લગન માંડયા. આખું ગામ ભગત ભેરૂં હલકયું. ગામના ખેરડા લીંપા-* વા લાગ્યા, ભીચું ધળાવા લાગી, ગીત ગુંજવા લાગ્યા, ઢેલ ઢબુક્યા, જાનના સામૈયા થયા. માયરા પુરાં થયા કે જાન જમવા બેઠી. થે ફરે ફર્યા ને વરઘેડીયા પરણું ઉતર્યા, - રામબાઈએ તુરત જ ગળામાંથી તેમને હાર કાઢયે, કાનમાંથી ગુમણું ઉતાર્યા, હાંસડી કાઢી, બલોયા પણ કાઢી નાખ્યા ત્યાં તે માંડવામાં હાહાકાર મચી ગયો.
ખાચર આવ્યા ત્યાં માંડ માંડ એટલું બેલ્યા “કાં દીકરા”... “બાપુ” મારાજના બેલે હું બંધાણ હતી. “પરણને પ્રભુ ભજવા.” મા'રાજને અડધે બેલ તે પાળ્યો. પરણું લીધું મેં. હવે બીજો અડધે