________________
૧૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શ્રેણિક મહારાજા પ્રભુના વંદનાર્થે જતા હતા. માર્ગમાં એક સ્થળે અસહ્ય દુર્ગધ ફેલાતી હતી. સૈનિકે એ વસ્ત્રના છેડાથી નાક બંધ કરી દીધું. શ્રેણિક મહારાજાએ પૂછયું આ દુર્ગન્ધ શાની છે? જવાબ મલ્યો
માર્ગમાં તરતની જન્મેલી કેઈ બાલિકાના શરીરમાંથી દુધ
દેશના સાંભળી પ્રભુને પૂછ્યું કે આ બાલિકા આટલી દુર્ગધી કેમ છે? પ્રભુ જણાવે કે પૂર્વભવે આ બાળાના વિવાહ સમયે કે મુનિ ગોચરી પધાર્યા. વહેરાવતા મુનિના શરીર પર તથા વસ્ત્રોમાંથી આવતી દુર્ગધથી મુખ મરડયું. વિચાર્યું કે પ્રાસુક જલથી પણ આ સ્નાન કરતા હોય તે વધે ?
જુગુપ્સા મેહનીયકર્મની આલોચના કર્યા વિના મૃત્યુ પામેલી લેવાથી તે દુર્ગધા બની. માટે હે શ્રાવકો! તમે સમ્યકત્વ ઘારણ કરો પણ જુગુપ્સા દ્વારા તેને દુષિત ન કરો.
(૪) કુલીંગી પ્રશંસા :- કુલિંગી-મિથ્યાદષ્ટિની પ્રશંસાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. તેમજ અતત્વમાં શ્રદ્ધા કર્યા, કરાવ્યાને દોષ લાગે છે. તેથી સમ્યકત્વમાં સ્થિર થયેલાએ કુલિંગી–મિથ્યાત્વીની પ્રાંસા ન કરવી.
(૫) કુલિંગી સસ્તવ :- કુલિંગી-મિથ્યાત્વીને પરિચય, સહવાસ, સંસર્ગ, સંભાષણ, જીવનચર્યા દર્શન વડે શુદ્ધ શ્રદ્ધા- સમ તિ હિત થાય છે અને અપરિણત તે ધર્મભ્રષ્ટ પણ થાય છે. તેથી મિથ્થા સાથે એકત્ર ભેજન, વાસ કે આલાપાદિ સર્વથા વર્જવા.
આ રીતે સમ્યકત્વ ધારણ કરતા શ્રાવકે પાંચે છૂષને ત્યાગ કરવું જોઈએ. તે માટે જ આજને વિષય રાખ્યો. “સમકિત દુષણ પરિહર રે”– શ્રાવકને માટે બનાવાએલ મન્નત જિર્ણ સજ્જાયમાં ત્રીજુ કર્તવ્ય જણાવ્યું ઘરહ સમ એ કર્તવ્યની પરિપાલના કરતો શ્રાવક જ્યારે દેવાદિ તત્તની સરહણ કરે ત્યારે તેની શ્રદ્ધા કતિ ન બને તે માટે આ પાંચ લાલબત્તીઓ ધરી છે. ન માર્ગે ચાલતા પથિકને જેમ લાલબત્તીથી રૂક જાઓને આદેશ મળે છે, તેમ શ્રાવકે પણ રૂક ભાઓને સંદેશો સમજી સમક્તિ દુષણને પરિહાર કરે તે જ અભ્યર્થના.