________________
સમક્તિ દુષણ પરિહર રે
૧૧૯
ગયા અને આવ્યા. ત્યારે હરિભદ્રસૂરિજીએ વિચાર્યું કે આ બિચાર મિથ્યાષ્ટિ થઈને દુર્ગતિમાં પડશે. એટલે તેણે શકસ્તવ ત્યવંદન, પર લલીતવિસ્તરા નામે ટીકા રચીને સિદ્ધષિમુનિને વાંચવા આપી
લલીતવિસ્તરા વાંચતા વાંચતા અત્યંત સંતુષ્ટ અને પ્રમુદિત્ થયેલા સિદ્ધષિ મુનિએ દઢ સમક્તિ વાળા થઈ, અન્ય દર્શનની કાંક્ષા ત્યાગી દીધી. અનુક્રમે આચાર્ય બન્યા અને ઉપમિતિ ભવપ્રપંચ નામે વૈરાગ્ય રસમયી સુંદર કથાની રચના કરી, સ્વર્ગે સંચર્યા.
સમ્યકત્વ ધારણ કરવાવાળા શ્રાવકે પણ આ રીતે અન્ય દર્શનની કાંક્ષાને ત્યાગ કરે. કેમ કે તે સમ્યકત્વના મૂળમાં પ્રહાર કરવા જેવું છે. મનમાં કોઈ વસ્તુની સૂક્ષમ ઈચ્છા થાય તે સમય જતાં સ્કૂલ બને અને પછી પ્રવૃત્તિમાં પરિણમે છે.
કાંક્ષાને ઈચ્છા, અભિલાષા કે ચાહના પણ કહેવાય છે. તેના પણ દેશથી અને સર્વથી બે ભેદ છે.
જ દેશ કક્ષા :- કેઈ દર્શનમાં માનવસેવાને વિષય બહુ સારો લાગે તે દર્શનની ઈચ્છા થાય તે દેશકાંક્ષા.
સર્વકાંક્ષા - સર્વ પાખંડી પ્રત્યેની ઇચ્છા. (૩) વિચિકિત્સા :– સુદેવ, સુગુરુ, સુધર્મનું સ્વરૂપ વિશે પાયા વિનાના ખેટા તર્ક, બેટી વિચારણ કે તે સંબંધિ પ્રાપ્ત થયેલી સ્થિર બુદ્ધિને બદલી નાખવી કે ધર્મ સંબંધિ ફલ વિશે શંકા કરવી તે વિચિકિત્સા
શ્રી દશ વૈકાલિક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે વિિિા –મતિ વસ્ત્રો થતોડલ મતિ વિભ્રમ એ જ વિચિકિત્સા. જેમકે સાધુ સાધવીને મલિન વસ્ત્રો જોઈ આ સાધુ અપવિત્ર છે. તેવી વિચારણું કરવી એ એક પ્રકારની વિચિકિત્સા-જુગુપ્સા છે. તેનાથી સમ્યકત્વ શિથિલ બને છે.
૦ પ્રશ્નન - શંકા અને વિચિકિત્સા બંને સંદેહ રૂપ જ છે. તે બનેમાં ફર્ક છે ? . • સમાધાન :- જીવ-અજીવ વગેરે દ્રવ્ય, તેના ગુણ કે સ્વરૂપ વિષયે જે સંદેહ થાય તેને શંકા સમજવી. જનકથિત ધર્મ અનુક ઠાન કે ક્રિયા સંબંધિ ફળ વિશે સંદેહ થાય તેને વિચિકિત્સા સમજવી.