________________
સમક્તિ દુષણ પરિહર રે પ્રત્યક્ષ કેઈ જ પુરા નથી છતાં અસ્તિત્વ તે છે જ. તે રીતે આત્માનું પણ અરિતત્વ છે જ,
અલબત્ત આત્માના અસ્તિત્વ વિશે ગણધરવામાં ઘણી જ જુદી જુરી રીતે સાબીતી અપાય છે. અહીં કેવળ શ્રદ્ધાને આધારે જ વિચારણા થતી હોવાથી આત્મા છે. તે નિત્ય છે--કર્તા છે, કમને ભેટતા છે. આત્માને મેક્ષ છે અને તે મેક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આ છે બાબતે માટે પૂર્ણ વિશ્વાસ છે તે જ વાત મહત્તવની છે. એક વખત મા છે તેટલું દઢ થશે તે તે પ્રાપ્તિને પ્રયત્ન ચાલીસ થવાને
આવી રીતે સમક્તિની ભાવના ભાવતે શ્રાવક સમ્યકત્વ ધારણ કરી અને ઘર માં એ કર્તવ્યનું પાલન કરવા પ્રયત્નશીલ બને ત્યારે સમતિ દુષિત ન થાય તે માટે શાસ્ત્રકારે લાલબત્તી ધરે છે. સમ્યકત્વ ધારણ તે કર્યું પણ તે દુષીત ન થાય તે માટે શું કરવું ?
તમે, નાશવત જ છે તેવા વસ્ત્ર, ફર્નિચર, મકાન વગેરેને ધારણ કર્યા પછી જેટલા ચિંતિત રહે છે એટલી ચિંતા પણ કદી સમતિ માટે કરી છે ખરી? રાજ વંદિત બેલે છે તેની છઠ્ઠી ગાથા યાદ કરે.
संका कंख बिगिच्छा पसंस तह संथवो कुलिंगीसु
सम्मत्तस्स इआरे पडिक्कमणे देसि सम्वं . સમ્યકત્વના (અતિચાર) મુખ્ય દુષણે પાંચ કહ્યા. શ્રાવક ઘટ્ટ સત્ત કર્તવ્યની યોગ્ય પરિપાલના કરે પણ આ પાંચ બાબતે પરત્વે દુર્લક્ષ સેવે તે તેની સમક્તિ રૂપી ઈમારત ખંડીત થાય છે. તેથી શાસ્ત્રકાર મહર્ષિએ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-કુલિ શ્રી પ્રશંસા અને કુલિ ગી સંસ્તવ એ પાંચ દુષણે વર્જવાનું કહ્યું.
(૧) શકો – જે શ્રદ્ધાથી અરિહંત અને સિદ્ધનું દેવ તરીકે આલંબન લેવાય છે, પંચ મહાવ્રત ધારી ગુરુનું આલંબન લેવાય છે, વીતરાગ પ્રણીત ધર્મનું આલંબન લેવાય છે, તેની યથાર્થતા વિશે શંકા ઉઠાવવી એ સમ્યકત્વ દુષિત કરવાનું પ્રથમ લક્ષણ છે.
શંકા બે પ્રકાર છે. (૧) દેશથી (૨) સર્વથી
(૧) દેશ શંકા - જિનેશ્વર પ્રરૂપિત સર્વ પદાર્થોમાં શ્રદ્ધા હોય પણ કઈ એકાદ – બે બાબતેમાં શંકા થાય તે દેશ શંકા. જેમ કે – છવાપણું સમાન છે છતાં ભવ્ય-અભવ્ય એવા ભેદ કેમ હશે?