________________
(૧૨) સમ્યકત્વના દુષણે
– સમતિ દુષણ પરિહરે રે
देवत्वधीजिनेष्वेव मुमुक्षुषु गुरुत्वधी:
धर्मधीराहतां धर्म तत्स्यात्सम्यक्त्वदर्शनम् (રાગ દ્વેષને જિતનાર) જિન વિશે જ દેવબુદ્ધિ રાખવી, (સંસાર થકી પિતાના આત્માને મુક્ત કરવાને ઈચ્છતા) મુમુક્ષુ પુરૂ વિશે જ ગુરુપણાની બુદ્ધિ રાખવી, (દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરનાર) અહંતુ પ્રણીત ધર્મ વિશે જ ધર્મપણાની બુદ્ધિ (શ્રદ્ધા) રાખવી તે જ સમ્યકદર્શન કહેવાય છે.
શ્રાવકનું કર્તવ્ય જણાવ્યું ઘર સન્મત્ત સમ્યકત્વ ધારણ કરે. પણ સમ્યકત્વ વિશેની ઓળખ જ ન હોય તે ધારણ શું કરવાના ? જેમ કેઈ સંપૂર્ણ શહેરીજનને કહયું છે કે
“પાદરે એરૂ આભડી ગયે” તે શું સમજશે ?
સમ્યકત્વ એટલે શ્રદ્ધા. પ્રભુ મહાવીરે પિતાના પટ્ટધર ગૌતમ સ્વામીજીને આજ્ઞા ફરમાવી, હે ગૌતમ ! તમે હાલિક નામના ખેડુતને જઈને પ્રતિબંધ કરે. ગૌતમ સ્વામી પહોંચ્યા હાલિક પાસે. તેની વાણુના સ્પર્શમાત્રથી ખેડુત સમક્તિ પામી ગયો. પરમાત્માના અદ્દભુત ગુણેના શ્રવણ સાથે પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની અભિલાષા ખેડુતના મનમાં જાગી ગઈ. પહોંચ્યા પ્રભુની પાસે પણ જેવા પ્રભુને જોયા કે ખેડુત ભાગ્યો ત્યાંથી. ગૌતમ સ્વામી અચરજ પામી ગયા પ્રભુ કહે ગૌતમ! ચિતા ન કરે. એ જીવ ભવભ્રમણ ઘટાડતે ગયો છે. ગુરૂ પરત્વેની શ્રદ્ધા અને પરમાત્મ દર્શનની ઝંખના માત્રથી તે સમ્યકત્વ પામી ગયો. માટે જ મુમુક્ષુ (મેક્ષની ઈચ્છાવાળા) પુરૂષો વિશે ગુરૂપણની બુદ્ધિ રાખવા
જિનેશ્વર પર જ દેવબુદ્ધિ રાખનાર સુલસા તીર્થંકર પદવી પામી ગયા, અહત્ પ્રણીત ધર્મને વિશે જ ધર્મબુદ્ધિ ધરાવતા ચિલાતી પુત્રને માત્ર ઉવશમ-વિવેક-સંવર ત્રણ શબ્દો સદ્દગતિને ભાજન બન્યા અને શ્રેણિક મહારાજાને પણ સમકિત પ્રાપ્તિનું મૂળ કેણ બન્યું? અનાથી મુનિ.