________________
૧૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આવી દ્રવ્ય અને ભાવ અનુકંપાને શાસ્ત્રકારોએ સમકિતનું ચોથું લક્ષણ ગણાવ્યું (૫) આસ્તિક – બીજા તત્ત્વોના શ્રવણ છતાં પ્રભુએ કહ્યું છે તે જ સત્ય છે તેવી દઢ શ્રદ્ધા.
तमेव सच्च' नीसंकं जं जिणेहि पण्णत्त' દઢ શ્રદ્ધા-આસ્થા-વિશ્વાસ કે જિનેશ્વરે જે પ્રરૂપણા કરી તેજ એક માત્ર નિઃશંક સ ય છે. જે જિન ભાખ્યું તે નહી અન્યથા એહવે જે દઢ રંગ તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિને એ ભંગ
શ્રી જિન ભાષીત વચન વિચારીએ આપણે વિષય જે જિનભાખ્યું તે નહીં અન્યથા–કેમ રાખે તે અહીં સ્પષ્ટ બનશે કેમકે તત્વોની અનન્ય શ્રદ્ધા અને જિનવાણી પરત્વે દઢ વિશ્વાસ કે “તે જ નિઃશંક સત્ય છે જે જિનેશ્વરે કહ્યું છે એ સમ્યકત્વને પામે છે.
પ્રભુના વચનમાં એક અક્ષરનો ફેરફાર પણ જૈન શાસનમાં માન્ય નથી. એ રીતે આરિતકતા સૌથી મહત્વનું લક્ષણ છે. અહીં સુદેવ-સુગુરૂસુધર્મની માન્યતાને સ્વીકાર તથા કુદેવ-કુગુરૂ-કુઘર્મની માન્યતાને પરિહાર એક સાથે જ થઈ જાય છે. અને આસ્તિકતા લક્ષણની દૃઢ શ્રદ્ધાવાળા જીવ જ ભકિતમાર્ગના પથે મેક્ષમાં પહોંચે છે
એટલે આ રીતે આસ્તિકતા લક્ષણ સહિત પાંચ પ્રકારના લક્ષણથી આપણી જાતનું માપ કાઢી-આપણું સમકિત પરિણતિનો અંદાજ મેળવી પાંચને આપણુમાં સંકમાવવા પુરુષાર્થ કરી સમકિત ધારણ કરનારા બનીએ—એ જ કરબદ્ધ પ્રાર્થના.