________________
જે જિન ભાખ્યું તે નહીં અન્યથા
પણ અનુકંપા બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ. આજે વધારે આવશ્યકતા છે ભાવઅનુકંપાની. કેવા સુંદર શબ્દ ચિત્રભાનુએ ગુંચ્યા છે તે માટે :---
કરણે ભીની આંખમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે.
અનેક ઉપસર્ગોને કરીને જ્યારે થાકેલે સંગમ દેવ જતો હોય છે ત્યારે વીરપ્રભુને થાય છે કે આ દેહને પામીને અનેક જી તરી જશે ત્યારે અરેરે આ બિચારે જીવ આ દેહ થકી કેવા કર્મ બાંધી ગયો. ને હેમચંદ્રાચાર્યજી મહારાજે તે ભાવનાને વાચા આપતા લખ્યું
ईषद् बाष्पायोभंद्र श्री वोर जोन नेत्रयोः
લોકે વિનવી રહ્યા છે પ્રભુને જાશમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે
દષ્ટિ વિષ સર્ષ રહેલ છે. આ માર્ગ ઉજજડ બની ગયું છે. કે ત્યાં ફરકવાનું નામ પણ લેતું નથી છતાં પ્રભુ તે તરફ જઈ રહ્યા છે. હૃદયમાં એકજ અનુકંપા લઈને કે તેને પ્રતિબંધ કરે.
સર્ષ પણ વિચારના ઝોલે ચડયો કે આ મહામાનવ કોણ છે જે મારાથી ભયભીત થયા વિના મક્કમ ગતિએ ડગ માંડી રહ્યો છે. કુંફાડા મારે છે ચંડકૌશિક ! અને છેવટે પ્રભુના ચરણમાં ડંસ દઈ દીધે. ત્યાં વહેવા લાગી દુધની ધારા. આશ્ચર્યચકિત થઈ ગયે સર્પ તે જોઈને. પણ આ તે સમગ્ર જગત પ્રત્ય હૃદયમાં અનુકંપા ધારણ કરી રહેલા હતા પ્રભુ વીર.
કરુણા સ્વરે બોલ્યા પ્રભુ “બુઝ બુઝ ચંડકૌશિક” થઈ ગયું જાતિ સ્મરણ જ્ઞાન અને જોઈ રહ્યો પૂર્વના ભને સર્પ. સાધુના ભવમાં કેધથી ધમધમતા મૃત્યુ પામેલો. પરંપરા ચાલી ને આજે આ દશા થઈ (મારી)
બસ ત્યાંજ અનશન સ્વીકારી લીધું અને સંલીનતા તથા કાયકલેશ રૂપ તપ આદરી દીધું. અરે! ચાળણું કરી નાખ્યું શરીરને કીડીએએ, છતાં હાલ્યો નહીં ને ગયે દેવલોકમાં.
આવા એક તિર્યંચને પણ પ્રતિબંધવા પ્રભુની ભાવ–અનુકંપા કેટલી?