________________
૧૦૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કર્યો. સાપને થયું કે હું મુખ બહાર કાઢીશ તે લોકે મરી જશે તેથી થોડું થોડું પૂછડું બહાર કાઢતે ગયો ને ગારૂડી તે કાપતે ગયો ત્યારે સર્ષે પણ પૂર્વ પાપ સંભાળી વિચાર્યું કે આ તે મારા કર્મને જ કટકા થઈ રહ્યા છે. માટે સમભાવે સહન કર. તે સમભાવથી મૃત્યુ પામી કુંભરાજાની રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો.
નાગ દેવતાએ સ્વપ્નમાં આવી કહ્યું કે હવે સપને ઘાત કરતા નહીં તારે ત્યાં પુત્ર અવતરશે. રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. નાગદત્ત નામ પાડયું. યુવાવસ્થામાં મુનિ મહારાજને જોઈને તેને વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધી. પૂર્વે તિર્યંચ નિમાંથી આવેલ હત-સુધા વેદનીયનો ઘણો ઉદય. પિરસિ પચ્ચકખાણ પણ ન કરી શકે. તેથી ગુરુ મહારાજે કહ્યું કે ક્ષમાધર્મનું પાલન કર. તેમ કરતાં તપનું ફળ પામીશ. | મુનિ નાગદત્ત સવારે એક ગડુ (ઘડો) ચેખા લાવી વાપરે તેથી લેકે તેને કુરગડુ કહેવા લાગ્યા. એક વખત એક સાથે ચાર તપસ્વી મુનિ બેઠા છે અનુક્રમે એકબે-ત્રણ અને ચાર માસખમણનો તપ ચાલે છે. છતાં શાસનદેવી આવીને કુરગડુ મુનિને વંદન કરી બેલ્યા કે આ ભાવ તપસ્વી છે.
સાતમે દિવસે આહાર લાવી દેખાડે ત્યારે તપસ્વી મુનિએ ક્રોધથી બળખે ફેંક. કુરગડુ મુનિ આત્મનિંદા કરતા વિચારે કે ધિકકાર છે મને કે હું તપ તે નથી કરતો પણ તપસ્વીની વૈયાવચ્ચ પણ નથી કરી શકતો. ત્યાં જ તેને શુકલ ધ્યાનની ધારા વધતા કેવળજ્ઞાન થયું. પેલા ચાર મુનિએ તેને ખમાવ્યા ત્યાં ચારેને પણ કેવળજ્ઞાન થયું. - સંયમની વિરાધના કરેલે સંયમી પણ જ્યાં તરી ગયો તે જ ઉપશમ. આ શમ (સમતા) ગુણ પ્રગટે ત્યાં “અપરાધીશું પણ નહિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકુલ” ઉકિત સાર્થક બને. (૨) સંવેગ - મેક્ષની અભિલાષા તે સંવેગ. સમકિત દષ્ટિ આત્મા રાજાના, ચકવતીના, ઈન્દ્રના કે અન્ય કેઈ પણ વિષયાદિ સુખને પણ દાખ મિશ્રિત જ માને અને માત્ર મોક્ષને જ સાચું સુખ માને તેને સંવેગ ચિહ્ન યુક્ત જાણો. - આ આત્મા આગમને શ્રવણથી નરક ગતિના કષ્ટ, તિર્યંચ ગતિની પરાધિનતા અને દેવભવમાં રહેલા ઈષ્પ-વિવાદ વગેરેને જાણી સંસારને ભયરૂપ સમજી સંવેગને જસે.