________________
જે જિન ભાખ્યું તે નહીં અન્યથા
૧૦૩
શત્રુએ લાડવામાં વિષ ભેળવી ધનપાલ પર મેકલેલા હતા. તેથી સૂઝતે આહાર સમજી મુનિને લાભ આપવા વિનંતી કરી. મુનિ કહે અમને આ લાડવા ક૯પતા નથી. ધનપાલે પૂછ્યું કેમ આમાં કોઈ ઝેર-બેર ભેળવેલ છે. મુનિ જવાબ આપે-હા તેમજ છે. ધનપાલે ખાતરી કરાવી ત્યારે ઘણે આનંદ થયો.
ધીમે ધીમે રોજ વાર્તાલાપ થતાં પરિચય વધ્યો. કેટલાંક દિવસે ધનપાલને શ્રાવક બનાવી, તેની શ્રદ્ધા દઢ કરી વિહાર કર્યો. જેનધર્મમાં દઢ બનલે ધનપાલ પરમ શ્રદ્ધાથી જીવન વિતાવે છે. રાજાને પણ શિકાર ન કરવા માટે પ્રતીજ્ઞા કરાવી.
ધીમે ધીમે તેના વ્રતની દઢતા અને સત્ય પ્રિયતાથી રાજાને ગુસ્સો વધ ગયે. રાજાએ પરીક્ષા ખાતર મહાદેવના મંદિરમાં મેક
ત્યા તે પણ જઈને મસ્તક નમાવ્યું નહીં અને રાજાને સ્પષ્ટ જણાવી દીધું કે આ મસ્તક જિનેન્દ્ર પરમાત્મા સિવાય કોઈને નમાવત નથી,
એક વખત યુગાદિશનું ચરિત્ર રચ્યું. ભેજ રાજા રસતરબોળ થઈને સાંભળી રહ્યો હતો. રાજા કહે તું આમાં ભરત ચક્રવતીને બદલે મારું નામ કરી દે અને ઋષભદેવને સ્થાને મહાદેવનું નામ મુકી દે તે એક કરોડ સોનામહોર આપું. ધનપાલે સ્પષ્ટ ના સુણાવી દીધી. કેમ કે તેને ગ્રહણ કરેલ સમ્યકત્વમાં તે અત્યંત દઢ હતા.
___ अरिहंतो मह देवो जावज्जाव सुसाहुणो गुरुणो
जिण पन्नत्त तत्त' इअ सम्मत' मए गहिअं જાવજજીવને માટે અરિહંત એ જ મારા દેવ, સુસાધુ એ જ ગુરૂ અને જિનેશ્વરે પ્રરૂપેલ તત્વ એ જ ધર્મ એ પ્રકારનું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે તે શ્રદ્ધામાંથી કેઈ કાળે હું ભ્રષ્ટ થઈ શકું નહીં. ગુસ્સે થયેલા રાજાએ આખું યુગદિશ ચરિત્ર બાળી નાખ્યું. અપમાનિત થયેલા ધનપાલ કવિ ત્યાંથી ચાલ્યા ગયા.
થોડા સમયે એક વિદેશી પંડિત આવ્યા. ભોજરાજાના બધાં વિદ્વાનને પરાજ્ય કર્યો ત્યારે રાજાને થયું કે ખરેખર ધનપાલ પંડિત હેય તે આ પરાજય સહન કરે ન પડે. બોલાવ્યા ફરી ધનપાલ કવિને. પૂર્ણ સત્કાર, સન્માન આપ્યું. પણ તેનું નામ સાંભળતાં જ વિદેશી પંડિત ચાલ્યો ગયો. રાજસભામાં જૈનધર્મ અને તેની શ્રદ્ધા બંને બાબતેની ખૂબ જ પ્રશંસા થઈ. મિથ્યાત્વીના સતત પરિચય છતાં