________________
(૧૧) સમ્યકત્વના લક્ષણે જે જિન ભાખ્યું તે નહીં" અન્યથા
रुचिजिनोवत तत्त्वेषु सम्यक् श्रद्धानमुच्यते जायते तन्निसर्गेण गुरोरधिगमेन वा જિનેશ્વરે કહેલા તત્વાને વિશે રુચિને સમ્યક્ શ્રદ્ધા (દન) કહે વાય છે. તે નિસર્ગીથી (સ્વાભાવિક) અથવા ગુરુના અધિગમથી જન્મે છે.) પ્રાપ્ત થાય છે.
સમ્યકત્વના સરળ અર્થ આપી ધેા. જિનેશ્વર દ્વારા કહેવાયેલ તવામાં સમ્યક શ્રદ્ધા. કેવળ શ્રદ્દા. અતરના કાળીયામાં એક દ્વીપ ઝળહળી ઉઠયા. દીવ્ય દીપ. અને જીવ તથા પુદ્ગલની ભેદરેખા સ્પષ્ટ કરી દીધી. શરીર જડ છે. હુ· ચેતન છું. હું એટલે ? આ શરીર નહી પણ આત્મા, મમત્વ બુદ્ધિની તીવ્રતા ઘટી ગઈ પણ તેના પાયામાં રહેલી છે શ્રદ્ધા. ચાહે દિગંબર મત હોય કે સ્થાનકવાસી. તેરાપ'થી હાય કે અન્ય જૈન મત પણ નવતત્વની માન્યતા કે શ્રદ્ધામાં કાઈને મતભેદ નથી. તેથી જ ઉમાસ્વાતીજી જેવાનું' સૂત્ર સાર્થક બનતું જ જણાશે.
तत्वार्थ श्रद्धानाम् सम्यग दर्शनम
શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ કદાચ દુન્યવી લાભથી પણ થાય. અરે ભણતા ભણતા માનવી (સાધુ) સાડાનવ પૂર્વ સુધી પણુ પહોંચી જાય છતાં આ જ્ઞાન તેને શ્રદ્ધા ન પણ અપાવી શકે તેવા દૃષ્ટાંત છે. જ્યારે અલ્પજ્ઞાનનો ધારક માતુષ મુનિ જેવા આત્મા કેવળ શ્રદ્ધાના બળે સંપૂર્ણ જ્ઞાન પામીને આ લેાક તરી ગયા.
રાણપુર ચાતુર્માસમાં એક ગેસાઇ જે વાયરમેન તરીકે કામ કરતાં હતા તે આવેલ. ઉપાશ્રય નીચે આ બિલ ખાતામાં કોઈ લાઈટ રીપેર કરવાની હતી. તેને પૂછ્યું કે તમે આરાધના શુ' કરી છે ? અમે મેલડીમાની આરાધના કરીએ છીએ. માના હુકમ થાય ત્યારે ખળબળતા તેલમાંથી પુરીએ કાઢીએ. તેમને પૂછ્યું કાઇ મંત્ર, કોઈ જાપ કે એવી કઇ વિધિથી આવા ઉકળતા તેલમાં હાથ નાખેા. ત્યારે ગેાસાઇજી એલ્યા મહારાજ સાહેબ, કેવળ શરયા (શ્રદ્ધા)