________________
૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ચુસે ત્યારે જેમ કંઈક સ્વાદ તો આવે જ તેવી લગભગ અનુભૂતિને સાસ્વાદન માણું કહેવાય.
ઔપશમિક–અંતમુહુર્ત, સાસ્વાદન છ આવલિકા, વેદક એક સમય, ક્ષાયિક સમક્તિ સાધિક તેત્રીશ સાગરોપમ, ક્ષાપશમિક સાધિક છાસઠ સાગરોપમ એટલા સમય સુધી ભેગવાય. પ્રશ્ન- આ સમક્તિ કેટલી વખત પ્રગટ થાય ? પંચ વાર ઉપશમીય લહીજે, ક્ષય-ઉપશમ અસંખ એક વાર ક્ષાયિકતે સમકિત, દશન નમીયે અસંખરે
એક જીવને આખા સંસાર ચક્રમાં પથમિક અને સાસ્વાદન) ઉત્કૃષ્ટથી પાંચ વખત, ક્ષાયિક (અને વેદક) એક વખત, ક્ષાયે પશમિક અસંખ્યાતી વાર પ્રગટે. કાયમી સુખી થવા માટે તો ક્ષાયિક સમક્તિ જ ધારણ કરવું જોઈએ, પણ સમ્યકત્વ ધારણ કરવું કઈ રીતે ?
દશપુર નગરમાં સર્વગુણ સંપન્ન રાજા વાકર્ણ રહેતો હતો તેને માત્ર એક દુષણ વળગ્ય શિકારનું. એક વખત સગર્ભા હરણને શિકાર કર્યો ત્યારે તેને ગર્ભ પૃથ્વી પર પડી તરફડવા લાગે તે જોઈ વાકર્ણ રાજાએ આત્મનિંદા કરતાં નક્કી કર્યું કે હવે કદી શીકાર કરો નહીં. ત્યાં એક મુનિને જોઇને આત્મહિત માટે પ્રાર્થના કરી.
મુનિરાજે પણ જીવની યેગ્યતા જાણી સમક્તિ સહ હિંસાદિ ત્યાગ કરવા જણાવ્યું. સમક્તિનું સ્વરૂપ જણાવતા મુનિશ્રીએ કહ્યું કે રાગ દ્વેષ વર્જિત શ્રી જિનેશ્વર તે દેવ, ચારિત્ર રહસ્યનિધિ સાધુ તે ગુરુ અને જીવાદિક નવતરનું શુદ્ધ સ્વરૂપ તે ધર્મ. તેની જે સહણ રાખવી તે સર્વમાં મુખ્ય એવું સમક્તિ કહેવાય.
રાજાએ સમક્તિ મૂલ બાર વ્રત ગ્રહણ કર્યા. દેવ-ગુરુ સિવાય કેઈને નમવું નહીં તે નિયમ લીધે. પણ અવન્તીના સિંહરથ રાજાને તે સેવક રાજા હતો એટલે તેને પ્રણામ કરે તો નિયમ ભંગ થાય અને ન પ્રણામ કરે તો રાજા જીવવા ન દે એટલે મધ્યમ માર્ગ કાઢયે. વીંટીમાં શ્રી મુનિસુવ્રત પ્રભુની પ્રતીમાં કોતરાવી.
સિંહરથ રાજાને ખબર પડી કે વજકર્ણ મને પ્રણામ કરતો નથી પણ અંગુઠીમાં કરેલ પ્રતીમાને વંદન કરે છે. બસ દશપુર નગર પર ચડાઈ કરી દીધી. વજકર્ણ રાજા નગરના દરવાજા બંધ કરી બેસી ગયો ને બહાર સિંહરથ ઘેરે ઘાલીને બેઠે. બધું ઉજજડ થવા લાગ્યું–રામચં