________________
કાયમી સુખી થવું છે ?
ક્રોધ, માન, માયા, લેભ એ કર્મોના અનુદય એટલે કે ઉપશમ અને તે ઉપશમ દ્વારા થતું સમ્યકત્વ તે પશમિક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે સત્તામાં તે હોય જ છે. પણ તે રાખ ઢાંકેલા અગ્નિ જેવું છે. જેમ રાખ ઊડે અને ફરી અગ્નિ દેખાય તેમ ઉપશમ દૂર થતાં એટલે કે કર્મોદય થતાં ફરી મિથ્યાત્વ આવે.
(ર) ક્ષાપથમિક :- મિથ્યાત્વના ઉદયમાં આવેલા દળીયાને ક્ષય કરે એટલે કે સત્તામાંથી નાશ કરે અને ઉદયમાં નહીં આવેલા કર્મોને ઉપશમ કરે તે ક્ષાયે પશમિક સમ્યકત્વ જાણવું. જેમ કોલસા બળતા હોય તેમાં કેટલાક સર્વથા બળીને ખાખ થયા હોય અને કેટલાક માથે રાખ ઢળી ગઈ હોય તેમ આ પ્રકારનું સમક્તિ જાણવું.
(૩) ક્ષાયિક - મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયની ચેકડીને સત્તામાંથી જ સર્વથા ક્ષય થવાથી પ્રગટતું સમ્યકત્વ તે ક્ષાયિક સમક્તિ. જે પ્રગટ થયા બાદ કદી જતું નથી. આપણા કોલસાના દષ્ટાંત મુજબ બધાં જ કોલસા બળી સંપૂર્ણ રાખ થઈ જાય પછી જેમાંથી કદી અગ્નિ પ્રગટે નહીં તે.
કાયમી સુખી થવું હેય-શાશ્વત સુખને પામવું હોય તે જીવે આ ક્ષાયિક સમક્તિ જ પ્રાપ્ત કરવાનું રહેશે.
(૪) વેદક – ક્ષેપક શ્રેણને પ્રાપ્ત કરતા જીવને અનંતાનુબંધી ચારે કષાય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મેહનીય એ છેને સંપૂર્ણ ક્ષય થયા પછી સમક્તિ મેહનીયને ખપાવતા ખપાવતા તેમાં છેલ્લા પુદ્ગલ ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલે છેલ્લે ગ્રાસ ભેગવે ત્યારે તેને વેદક સમક્તિ કહે છે.
(૫) સાસ્વાદન– ઔપશમિક સમ્યકત્વવંત કઈ પતિત પરિણામી જીવને અંત:કરણમાં વર્તતા ઉત્કૃષ્ટથી છ આવલિ બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય થતા સમ્યકત્વનું વમન કરે ત્યારે જીવને સમક્તિ ને કંઈક આસ્વાદ આવે તેને સાસ્વાદન સમક્તિ કહેવાય.
તમને જીવન માં પહેલી જ વાર આઈસક્રીમ મલ્યો હોય–ખાતા ખાતા આઈસ્કીમ ઓગળવા માંડે ને છેલ્લે છેલ્લે તમે લાકડાની ચમચી