________________
કાયમી સુખી થવું છે?
૯૫
વરસાદ આવતું નથી. વાદળ બંધાતા નથી અને અન્ન પણ પાકે તેમ નથી.
ગામ લોકો ભેગા મલ્યા, પ્રભુને મનાવવા ધૂન-ભજન-યજ્ઞ શરૂ કરવા નક્કી કર્યું. ગામલેક એકઠા થયા એ સમયે એક બાળક હાથમાં છત્રી લઈને આવ્યા. બધાંને નવાઈ લાગી કે આટલે તા૫ અને ઉકળાટ છતાં આ બાળકના હાથમાં છત્રી.
કેઈએ મજાક કરતાં પૂછયું અલ્યા આ છત્રી કેમ લાવ્યા ? બાળક કહે આપણે પ્રભુને મનાવવા એકઠા થયા છીએ, પ્રભુ તે દયાળુ છે. પુરી શ્રદ્ધાથી ધૂન-ભજન-યજ્ઞ કરીએ તે તે જરૂર વરસાદ આપશે ત્યારે હું પલળી જાઉં તે છત્રી તે મારે જોઈએને?
બધાં હસવા લાગ્યા. બાળક કહે તમે બધા ભેગા તે થયા છે પણ તમને ભગવાનમાં શ્રદ્ધા જ ક્યાં છે?
શાસ્ત્રમાં એક સુંદર પ્રસંગ આવે છે. મૃગાવતી સતીને.
ચંડપ્રોત તેના સગા બનેવી છે. શતાનિક રાજા સગે સાઢે છે છતાં ચંડપ્રદ્યોતે તેના ઉપર ચૌદ મુગટબદ્ધ રાજાને લશ્કર સહિત લઈ ચડાઈ કરી. કારણ? સગી સાળીના રૂપમાં મહાઈને બેશરમ બન્યા હતા.
શતાનિક રાજાનું હૃદય ફાટી ગયું. મૃગાવતી વિધવા બની છે. છતાં એ સ્થિતિમાં પણ તેની માગણી કરી. ચંડઅદ્યતની સગી સાળી છે. તરતની વિધવા છે. છતાં રૂપમાં કેટલો હાંધ બન્યો હશે કે તેની શરમ ચાલી ગઈ. મૃગાવતીએ પણ કહ્યું કે મારો પુત્ર નાનો છે. તમે મજબૂત કિલે બનાવી દો. અને કોઠારે ભરચક કરી દો પછી હું તે તમારે આધીન જ છું.
દુશમને તેડી ન શકે તે મજબુત કિલ્લે અને કેકારે ભરચક થઈ ગયા. ચૌદ મુગટબદ્ધ રાજાના લશ્કરને મજુરી કરાવી છે. કારણ કે મૃગાવતી જોઈએ છીએ. બીજી તરફ મૃગાવતી મનમાં ભાવના ભાવે ચરિતે શરળ પવનામિ–જે મહાવીર પરમાત્મા હવે અહીં પધારે તે હું ચારિત્ર ગ્રહણ કરી મારા જીવનને પવિત્ર કરું. આ સ્થિતિમાં અરિ. હંત સિવાય બીજા કોઈ શરણભૂત થનાર નથી.
આ તરફ કિટલે ચણા ને પેલી તરફ ભગવાન મહાવીર સમવસર્યા.