________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
- -
-
- -
બહુમાન કેટલા હશે શ્રેણિકને ? કેટલા મેણું ટેણ તેણે કુટુંબમાં સાંભળ્યા હશે! પ્રાણ સાટે પ્રાણની રાજનીતિમાં કેટલી ટીકા થઈ હશે તેની ! છતાં સમ્યકત્વ હતું તે કુટુંબ અને રાજનીતિ બધાંને ભેગ આપ્યો. વળી જણાવી દીધું કે વેશ છોડ તે માફ નહીં કરું.
કેટલા શ્રદ્ધાવાન હશે એ રાજા, દેવે માયા કરી માંસ ખાતે સાધુ કે ગર્ભવતી સાધ્વી દેખાડી છતાં શ્રદ્ધા જરા પણ ન ઘટી. અરે ! સુલસી શ્રાવિકાને જુઓ. તેને છેતરવા અંબડે ખુદ તીર્થકરને વેશ રચી જોયા. તે પણ તેની શ્રદ્ધા ન ડગાવી શકો.
અરિહંત પરમાત્માની અતુટ-અપાર-દઢ શ્રદ્ધા-પંચ મહાવ્રતધારી પરની શ્રદ્ધા અને જિનકથિત ધર્મ પ્રત્યેની દઢ આસ્થા બંને જીવોને તીર્થંકર પદવી અપાવી ગયા.
વ્યવહારમાં એક ન્યાય આવે છે. “ઈલિકાભંગ ન્યાય” જેમાં કહેવાય છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતાં ભમરી બની જાય છે. તમે પણ કદી ધ્યાનથી જોયું હોય તે ખબર હશે કે ભમરી તેના દરમાં ઈયળને લઈ જાય છે, પછી સતત તેની આસપાસ ગુંજારવ કરે કરે છે. ડંખ આપે છે. ઈયળને આ રીતે ભમરીનું જ ચિંતન ચાલુ થતાં ઈયળ પણ ભમરી બની જાય છે (કેટલાંક કહે છે મારીને ઇયળ
ત્યાં જ ભમરી પણ ઉત્પન્ન થાય છે.) એ જ રીતે અરિહંતનું સતત ચિંતન, સતત દયાન, સતત રટણ પણ અરિહંતપણું અપાવી શકે છે. શ્રેણિક મહારાજાએ મહાવીર પ્રભુની કેવી આરાધના કરી હશે ? કેટલું બધું વીર પ્રભુનું ધ્યાન તેના રોમેરોમમાં અણુએ અણુમાં વ્યાપ્ત બન્યું હશે કે કેઈ પણ તપશ્ચર્યા વિના કેવળ ભાવથી કરેલી તીર્થકર પદ સ્થાનકની આરાધના તેને વરપ્રભુ જેવું જ તીર્થંકર પણ અપાવનાર બની. એ જ ૭૨ વર્ષનું આયખું—એ જ સાત હાથની કાયા, એ વણું–બસ જાણે ઈલિકા ભ ગ ન્યાયનું સાક્ષાત્ તાદામ્ય સાધી ગયા શ્રેણિક.
પણ કયારે? હૃદયમાં શ્રદ્ધા વરેલી હતી–ક્ષાયિક સમક્તિ હતું તે, કાયમી સુખને પામ્યા. કાયમી સુખી થવાને મુખ્ય ઉપાય શું? સમતિ-શ્રદ્ધા.
એક વખત વરસાદ વરસ્ય નહીં, ધરતી બળવા લાગી, ખેતરો ધગધગવા લાગ્યા. સહુ મેઘરાજાને મનાવવા ઉપાય કરે છે પણ