________________
(૧૦) સમ્યકત્વના પ્રકારો
– કાયમી સુખી થવું છે ?
अरिहंतो मह देवो जावज्जीव सूसाहुणो गुरुणो
जिण पन्नत्त' तत्त इअ सम्मत्त मए गहिरं શ્રાવકના કર્તવ્યોને વર્ણવતા મનહ જિણાણું સઝાયમાં ત્રીજું કર્તવ્ય જણાવ્યું–ઘર સમસ્ત સમ્યકત્વ ધારણ કરે. પણ સમ્યક્ત્વ એટલે શું?
ગરિતો મદ લેવો-જાવજજીવ માટે અરિહંત એ જ મારા દેવ છે. સુસાધુ એ જ મારા ગુરુ છે. અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ જ પ્રમાણિક સત્ય છે. આ પ્રકારનું સમ્યક્ત્વ મેં ગ્રહણ કરેલ છે.
દુનિયામાં તત્ત્વ ત્રણ છે. દેવ-ગુરૂ-ધર્મ. તે ત્રણની પ્રાપ્તિમાં સમ્યકત્વ કહ્યું છે. જગતને કઈ પણ ધર્મ . પ્રાયઃ બધામાં પોતાના દેવ. પિતાના ગુરૂ અને પોતાને અલગ ધર્મ જોવા મળે છે. એટલે અહીં સમ્યકત્વમાં સુંદર સ્પષ્ટીકરણ કરતાં અરિહંત એ મારા દેવ કહ્યું. જેઓએ કામ-ક્રોધ-મેહ-માયા વગેરે તમામ અંતરંગ શત્રુને હણ્યા છે. કર્મનું બીજ જેઓનું બળી ગયું છે અને દેવે દ્વારા અષ્ટપ્રાતિહાર્ય યુક્ત મહાપૂજાને ચગ્ય એવા અરિહંત-દેવને દેવ તરીકે સ્વીકાર્યા. એટલે ગુણને આશ્રીને દેવાધિદેવ પસંદ કર્યા, વ્યક્તિને આશ્રીને નહીં. એ જ રીતે ગુણવાચી ધર્મ અને ગુણવાચી ગુરૂ તત્વ મુકયું પણ કયાંય વાણીયાના દેવ-વાણીયાના ગુરૂ એમ લખ્યું નહીં. એટલે આવા ગુણવાચી દેવ-ગુરૂ-ધર્મ પરત્વે અતુટ શ્રદ્ધા હેવી એ જ સમ્યકત્વ કર્યું.
સન ૧૯૨૪ માં બંગાળ ઓર્ડિનન્સ બહાર પડ્યો. તેને બંગાળમાં વિરોધ થયો. એ સમયે સુભાષચંદ્ર બોઝ કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિફ ઓફિસર હતા. તેઓએ વિરોધમાં મુખ્ય ભાગ ભજવ્યું. સરકારે તેમની ધરપકડ કરી, અલીપર જેલમાં લઈ ગયા. ત્યાંથી માંડલની જેલમાં લઈ ગયા. પણ ત્યાં તેને હવા માફકન આવી. તેનું શરીર લથડયું. આખા દેશમાંથી સુભાષ બેઝને છોડી દેવા માટે સરકારને આગ્રહ કર્યો પણ સરકારે ગણકાર્યું નહીં. ડેકટરો