________________
મારી જ વાત કરું. તું જીવતો જાગતો મારી સામે ઊભો છે. તને જોવામાં મને આનંદ મળે છે. પરંતુ ભગવાનની મૂર્તિ જોઈને મને જે આનંદ મળે છે તે તો તારાથી સવાયો છે. મારો આ અનુભવ જ મારી માટે પ્રમાણરૂપ તર્ક છે. ૪૩.
તને મારાં નામમાં પણ સ્વર્ગીય સુખનો અનુભવ થાય છે ને ? મારું નામ તો શબ્દ છે. શબ્દ તો જડ છે. જડમાં ભાવ ન હોય, જડમાં જીવંતતા ન હોય. તો પછી મારાં નામમાં તને આનંદ કયાંથી આવે છે ? ૪૪.
તું એમ કહીશ કે : ભગવાનનું નામ ભગવાનના ગુણોને યાદ કરાવે છે. તો મારે પણ એ જ કહેવું છે : ભગવાનના ગુણોને યાદ કરવા માટે જ મૂર્તિ છે. ગુણોને યાદ કરવા તું નામ સ્વીકારે છે તો મૂર્તિને કેમ ન સ્વીકારી શકે ? ૪૫.
તું પાપમય ગૃહસ્થ અવસ્થા છોડીને સાધુ બની ગયો હોત, પાંચ મહાવ્રતો તે સ્વીકારી લીધા હોત તો તારા દ્વારા મને અવર્ણનીય આનંદ મળી શકત. ૪૬.
પરંતુ તું તો ખોટા ગુરુની દારુ જેવી વાતના નશામાં આવીને મને દુઃખી બનાવી રહ્યો છે. તું ભગવાનની મૂર્તિની લઘુતા કરવાનું શીખ્યો કંઈ રીતે ? મને આ સમજાતું જ
નથી. ૪૭.
દુઃખના આવેશમાં આવીને તારી પત્નીની હાજરીમાં મેં વધારે પડતી વાતો તને કહી દીધી. તે મારી ભૂલ છે. દરિયા જેવા વિશાળ દિલના સજ્જનો મર્યાદા જાળવવામાં સતર્ક હોય છે. ૪૮.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૪
૭૭