________________
ભગવાનું મોક્ષમાં ગયા છે માટે જ ભગવાનને મૂર્તિમાં સ્થાપિત કર્યા છે. સૂત્રના પદો જેમ ભવહારી છે તેમ ભવાતીત બનેલ પ્રભુની ભક્તિ પણ ભવહારી છે. ૩૭
ચિત્રામાં દોરાયેલી પ્રિયતમાને જોઈને રાગનું જાગરણ થાય છે જ, જુદાજુદા ભોજનો જડ હોવા છતાં જીવનાં મનને આનંદ આપતા જ હોય છે. ૩૮
જીવહિંસાના દુષ્ટ ભાવથી સહિત હોનારી ક્રિયાઓ પાપજનક છે. જેમાં જીવહિંસાનો ભાવ ન હોય એવી ક્રિયાઓ પવિત્ર હોય છે. એ પુણ્યનું કારણ બને છે. ૩૯
જયણાપૂર્વકની ક્રિયામાં દોષ ઓછો લાગે છે અને એ ક્રિયામાં થનારી હિંસા એ સ્વરૂપ હિંસા છે. જયણા વિનાની પ્રવૃત્તિ એ અનુબંધ હિંસા છે. પૂજા દ્વારા એ હિંસા થતી નથી. ४०
જીવહિંસા થવા માત્રથી જ જો પ્રવૃત્તિ ખરાબ બની જતી હોય તો પવન, ભૂમિ વિ. જીવોની વિરાધના કરનારી વિહારની પ્રવૃત્તિ સાધુઓ શું કામ આદરે છે ? પૂજામાં જેમ જલ આદિની વિરાધના છે તેમ વિહારમાં વાયુ આદિની વિરાધના છે. ૪૧
જીવહિંસા થવા માત્ર જ જો પ્રવૃત્તિ ખરાબ બની જતી હોય તો શ્રમણોએ સંયમ લીધા બાદ, દૈહિક હલનચલનનો ત્યાગ કરી દેવો જોઈએ. દેહને સ્થિર રાખીને, મારો ઉપવાસ જ કરતા રહીને સાધુએ શીધ્રુવેગે પરલોકમાં પ્રયાણ કરી દેવું જોઈએ. ૪૨
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪
૭૫