________________
મનને દુઃખી કરનારી વાત દીકરાએ પૂર્ણ કરી. કમળ જેવી સુંદર આંખો ધરાવનારી માતાએ હળવો નિસાસો વ્યક્ત કરીને જવાબ આપ્યો. દુઃખો શબ્દોમાં બાંધી શકાયા નહીં. ૨૫.
તેની નિર્મળ આંખોમાં પ્રકટ થયેલાં આંસુ, તેના ગાલ પર ઉતર્યા નહીં. પ્રતિમાનો વિરોધ કરવાનું પાપ કરનારા દીકરાનો પડછાયો લેવાથી એ આંસુઓ ડરતા હતા માટે એ આંસુ આંખની બહાર નીકળ્યા જ નહીં. ૨૬.
સુમસામ રીતે ક્ષણો વીતી. કાંઈ જ વાતો થઈ નહીં, શબ્દો સમજતા હતા કે અમારા આવવાથી પરિવારનો સ્નેહ તૂટવા લાગશે માટે શબ્દો ઉચ્ચારમાં આવ્યા જ નહીં. ૨૭.
ભરબપોરની ગરમ હવા = લુ વહેવા લાગી. તે સળગી રહેલા સૂરજની નાની બહેન જેવી હતી. તે હવા ઘરમાં ધૂળ લઈ આવી અને ત્રણેય આતમાને તેણે બેચેન બનાવી દીધા. ૨૮.
હવા જોરથી વહેવા લાગી. ભવન રૂપી વનમાં વાદળાઓનો ગડગડાટ થતો હોય તેવો ઘોર અવાજ ઉઠ્યો કેમ કે પડદાઓ બેફામ ફડફડવા લાગ્યા હતા અને બારીબારણાં જોરથી અફળાવા લાગ્યા હતા. ૨૯.
ઘરની બહાર ઉદ્યાન હતું. તેના વૃક્ષોનાં અસંખ્ય પાંદડાઓ હવાને લીધે ધ્રુજતાં હતાં. એને લીધે વૃક્ષોનું તાંડવનૃત્ય ચાલતું હોય તેવો ઘોર ધ્વનિ ગુંજવા લાગ્યો. એ અવાજ હવાની સાથે ઘરમાં આવ્યો તે દરિયાઈ ભરતી જેવો બનીને સંભળાયો. ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪
૭૧