________________
ભાવ-નાં સહચારી આલંબનનો સ્વીકાર કરનાર શાસ્ત્રજ્ઞા જાળવે છે અને નિર્દોષતા પામે છે. ભાવવિહીન આલંબન ફળ આપતું નથી. કેવળ દ્રવ્યનો આધાર તો અજ્ઞાની જ લે. ૧૩.
અહિંસાની વાતો કરનારી વ્યક્તિ, પૂજા કરે તે ઉપદેશથી વિપરીત આચરણ કરવા જેવું છે. જે પુજામાં ફૂલો અને પાણી જેવા એકેન્દ્રિયની વિરાધના થાય છે તેને ધર્મ શી રીતે કહેવાય ? ૧૪.
મૃતક સાથે સંભોગ કરવાની પ્રવૃત્તિ, પંડિતોને માન્ય નથી અને દોષપાત્રો પણ છે. કેમ કે તેનાથી ફળ મળતું નથી. તો મૂર્તિ પણ જડ છે. તેની પર ફૂલ, પાણી અને ચંદનના લેપનો પ્રયોગ કરવાથી ફળ ન મળે. ૧૫.
જડ એવાં ચિત્રમાં દોરેલું કલ્પવૃક્ષ જો એક વાર પણ વાંછિત ફળ આપી શકે તો જ મૂર્તિમાં વસેલા ભગવાનું સુખ આપી શકે. ૧૬.
ભગવાનું કામણ શરીરનો ત્યાગ કરીને મોક્ષમાં જતા રહ્યા છે. તેમને મૂર્તિ સાથે જોડવા દ્વારા ફરીથી શરીરમાં બાંધવાના ન હોય, આ તો શિવવાસીને ભગવાસી બનાવવાની વાત થઈ જાય છે. ૧૭.
ચિત્રામાં ફળ જોઈને સુગંધ મળે છે ? ચિત્રમાં આહાર જોઈને પેટ ભરાય છે ? તમારે ના જ કહેવી પડશે. તો પછી ભગવાનની સ્થાપનાને પૂજવાથી આત્માનો આનંદ શી રીતે મળી શકવાનો ? ૧૮.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪