________________
હું ‘મા' બોલું છું તે સાંભળીને તારો ચહેરો હાસ્યથી છલકાઈ ઉઠે છે. સુંદર મજાનું સ્મિત અને વિશાળ આંખો સાથે તારો ચહેરો જોઉં છું તો મને દુનિયાનાં તમામ સુખો મળી ગયા હોય તેવું લાગે છે. ૭
યતિ પદ્મનાભસૂરિજીના શબ્દોએ જ મારી પાસે પૂજાનો ત્યાગ કરાવ્યો છે. માતા કરતાં પણ ગુરુનો મહિમા મોટો છે. ગુરુના બોધને હું અનુસરું છું માટે તારે ખુશ થવું જોઈએ. ૮.
પ્રતિમાની પૂજા કરવામાં ઘણું પાપ બંધાય છે તેવું ગુરુ પાસેથી મને જાણવા મળ્યું છે. અંધારામાં ખોટા રસ્તે ચાલી રહેલાને અટકાવવાની તાકાત ફક્ત સૂરજમાં જ હોય છે. ૯.
તેમણે મને કહ્યું છે તેનો અંશમાત્ર હું તને મારી બુદ્ધિ મુજબ સમજાવું છું. નાના બાળકની રમત જેવી આ વાતો સાંભળીને તું મનમાં કોપ લાવીશ નહીં. ૧૦.
મૂર્તિઓ બોલતી નથી. મૂર્તિમાં જીવંતતા નથી માટે મૂર્તિમાં જડતા છે. આમ મૂર્તિમાં રાગનો અભાવ, જડતા સ્વરૂપે છે જ. મૂર્તિમાં રાગ નથી માટે મૂર્તિમાં રાગના અભાવની સ્થાપના કરવી તે યોગ્ય નથી. જે ન હોય તેની સ્થાપના કરાય. જે હોય તેની ફરીથી સ્થાપના કરી શકાય નહીં. ૧૧.
જીવવિહોણી વસ્તુમાં વીતરાગભાવની સ્થાપના થઈ શકતી હોય તો ઘરની ભીંતોમાં, વાસણોમાં અને કપડાઓમાં પણ પૂજ્યતા વીતરાગભાવની સ્થાપના કરવી ઘટે. ૧૨.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૪
=
૬૫