________________
મને ભગવાનની પૂજાનાં પુણ્યમાં રસ છે. બીજે કશે મને રસ નથી. મારો પૂજાનો પ્રેમ જ મને પરેશાન કરી રહ્યો છે. ૬ ૧.
તે ભગવાનની પૂજા કરવાનું છોડી દીધું છે. તે કારણે મેં દૂધ પીવાનું છોડી દીધું છે. આજ સુધી એ ત્યાગ ચાલુ છે. મારી સાથે તારી પત્ની પણ છે. ૬૨.
માતાની વાણી સાંભળીને તે એકદમ સ્તબ્ધ બની ગયો. તેના હૃદયમાં માતા માટે ખૂબ ભક્તિ હતી. માતાની વાત સાંભળીને તે બેહોશ થઈ ગયો હોય તે રીતે ચૂપ થઈ ગયો. શું કરવું તે એને સમજાયું નહીં. તેનાં અસ્તિત્વ પર શૂન્યાવકાશ પથરાઈ ગયો. તેની પાસે ચાણક્ય જેવી બુદ્ધિ હતી છતાં તે અવાક થઈ ગયો. ૬૩.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩