________________
પોતાના શબ્દો દ્વારા પોતાનાં મનનું સમર્પણ કરીને નમસ્કારપૂર્વક શ્રેષ્ઠીપત્નીએ બોલવાનું પૂરું કર્યું. તેથી વાતનો સ્વીકાર કરીને શ્રેષ્ઠી તેની સાથે માતા સમક્ષ આવ્યો. ૫૫.
વિનયપૂર્વક નમેલાં પતિપત્નીનાં મસ્તક ઉપર તે માતાએ બે પાવન હાથ મૂક્યા. કલ્યાણ કરવાની દૃષ્ટિએ પુત્ર અને વધૂમાં એકસમાન ચિત્ત છે તેવું જણાવવા તેણે બંનેનાં માથે એક એક હાથ મૂકવા હતા. ૫૬.
પોતાની પત્નીનાં દુ:ખે દુ:ખી થયેલા શ્રેષ્ઠીએ વિનયપૂર્વક માતાને હકીકતની પૃચ્છા કરી. ઓટમાં આવેલો દરિયો ચન્દ્ર સામે જુએ તે રીતે નિરાશ બનેલા શ્રેષ્ઠીએ જવાબ માટે માતા સમક્ષ જોયું. ૫૭.
માતાએ પોતાનાં મનની વ્યથા છૂપાવીને સંતોષપૂર્વક પોતાના દીકરા સમક્ષ જોયું. ઝરણું મળે તેથી નદી ઉભરાય તેમ પુત્રને જોઈને તે અત્યંત પ્રસન્ન બની. ૫૮.
માતાએ કહ્યું : વત્સ ! તારા આધારે માલવદેશના શહેરો વિકાસ પામી રહ્યા છે. મારો આશરો લઈને વિકાસ પામે છે તે મારું ઊંચું પુણ્ય છે. ૫૯.
તારા વિશે કોઈ પૂછવા આવે તો હું રાજી થાઉં છું. તારી પ્રશંસા સાંભળવા મળે તો હું કૃતાર્થતા અનુભવું છું. તારી પ્રગતિ જોઈને મને રાજીપો મળે છે. માતાનું સર્વસ્વ દીકરામાં સમાઈ જાય છે. ૬૦.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૩
૫૯