________________
તારાથી મેં કશું છૂપાયું નથી. તું મારાથી શું છૂપાડી રહી છે ? આપણો આ ભાવનાત્મક સંબંધ અરીસા જેવો પારદર્શી છે. ૪૩.
ચન્દ્રમાથી અભિન્ન એવી ચાંદની સમગ્ર આકાશમાં પથરાઈ જાય છે તેની જેમ, પત્ની તરીકે તું મારાં સંપૂર્ણ જીવન પર પથરાયેલી છે. ૪૪.
હું વધારે તો શું કહું? તું જ કાંઈ બોલે તો સારું છે. મારા શબ્દોથી તને શાંતિ ન મળતી હોય તો હું ચૂપ. તારા શબ્દોથી તો મને શાંતિ મળશે. તું કાંઈક બોલ, ૪૫.
પતિના આ શબ્દો સાંભળીને પત્નીનું રડવાનું બમણું થઈ ગયું. છતાં તે બુદ્ધિશાળી પત્નીએ ડૂસકાં ભરતાં ભરતાં તૂટતા અવાજે બોલવાનું શરૂ કર્યું. ૪૬.
તમે અનેક ભવોથી મારી સાથે છો. મારો આતમાં તમારો સાથ પામીને પુણ્યશાળી બન્યો છે. તમારાં સુખોનો સ્વીકાર કરીને મારે જનમોજનમ તમારી સાથે રહેવું છે. અને તમારી સાથે મોક્ષમાં જવું છે. ૪૭.
મારા મનોરથમાં તમે છો ! ક્ષણે ક્ષણે સ્મરણમાં તમે છો. મારા આનંદનો વિસ્તાર તમે છો. મારી વેદનાનો અંત તમે જ તો લાવો છો. ૪૮.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩
૫૫