________________
હૃદયની વેદનાને લીધે તારું શરીર ઉષ્ણ છે, તારું મુખ મૌન છે. મારું હૃદય અને મારું મુખ તારા જેવી જ અવસ્થા પામે એવું તું ઇચ્છી રહી છે ? ૩૭.
તારાં આંસુના એક એક બિન્દુમાં મારા પડછાયા પડે છે તે તું જો . મારું મન ભાંગી ગયું છે તેના એ ટુકડાઓ છે. ૩૮.
તું દુ:ખી છે તે જાણીને મને અસહ્ય દુઃખ થયું છે પરંતુ તારો પતિ હોવા છતાં તારાં દુ:ખનું કારણ હું જાણતો નથી તેનું દુ:ખ મને વધારે છે. ૩૯.
તારા પૂજનીય માતાપિતાની તબિયત સારી છે ? તારી કુમારવય ધરાવતી સખીઓનું આરોગ્ય સારું છે ? કોઈએ તારું અપમાન કર્યું ? ક્યારે ? તારી કોઈ ઇચ્છા અધૂરી છે ?
૪૦.
ભગવાનની કૃપાથી આ ઘરમાં કોઈ દુઃખોને સ્થાન નથી મળ્યું. આજે તારા ખોળામાં દુ:ખ આવ્યું છે. મને આ ઘરનાં ભવિષ્યની ચિન્તા સતાવી રહી છે. ૪૧.
તું તો સમજદાર છે. દુઃખ તો મનને લીધે થાય. સામો માણસ તો કેવળ નિમિત્ત બને છે. તારા મનને કોમળ બનાવી દે. તને કોઈએ તકલીફ આપી હોય તો તેને માફ કરી દે. ચલ, ખુશ થઈ જા. ૪૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩
૫૩