________________
જમ્યા બાદ પોતાના ઓરડામાં આરામ માટે બેસીને તેણે પત્નીને પ્રશ્ન પૂછુયો : ‘કેમ આજે દૂધપાક ન લીધો ? તબિયત સારી નથી ?' ૨૫.
ગંભીરતાપૂર્વક પૂછાયેલો આ પ્રશ્ન સાંભળીને પત્નીએ મુખ નીચે ઝૂકાવ્યું. એની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા એ જ એનો શ્રેષ્ઠીને અપાયેલો જવાબ હતો. ૨૬.
અચાનક પત્નીની આંખમાં આંસુ જોઈને શ્રેષ્ઠી સ્તબ્ધ થઈ ગયો. પત્નીને હળવેથી ભેટીને તેણે આશ્વાસન આપ્યું. સ્પર્શની વાણી પણ દુ:ખને હરે છે. ૨૭.
શ્રેષ્ઠીપત્નીનું મસ્તક શ્રેષ્ઠીની છાતી પર ટેકવાયેલું હતું. શ્રેષ્ઠીપત્નીના ધ્રુજતા ખભા પર શ્રેષ્ઠીના બે હાથ મૂકાયેલા હતા. ફૂલોની સુવાસવાળા શ્રેષ્ઠીપત્નીના લાંબાવાળને શ્રેષ્ઠીના શ્વાસો અડતા હતા. ૨૮.
આ ઘરમાં આ રીતે કોઈએ દુઃખ જોયું નથી, આવા અકસ્માત દુર્ભાગ્યને જાહેર કરતી હોય તે રીતે તે આંસુની પીડા શાંત ન થઈ. ૨૯.
શ્રેષ્ઠીએ રડી રહેલી પત્નીને ઝરૂખાની પાળે બેસાડી. તેના ખભા પર ધીમેથી હાથ દબાવ્યો. તેના ચહેરા સામે જોયું. નિરાશ બનીને પ્રેમસભર વાણીમાં શ્રેષ્ઠીએ કહ્યું : ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩
૪૮