________________
ઘરના પોપટે તેને જોઈને ચાંચથી પાંજરાના સળિયા પકડી લીધા અને પાંખો પીંજરા પર પછાડતા પછાડતા એ પ્રેમના આવેશમાં એકદમ જોરથી ચિત્કાર કરવા લાગ્યો. ૧૯.
મોઢા આગળ વાળ રમાડતી, કાનને હલાવતી, પાલતુ બિલાડી માંજરી આંખે તેને જોઈને જમીન પર પૂંછડી ઘસતા ઘસતા ધીમેથી શું બોલી તે સમજાયું નહીં ? ૨૦.
સેવકોને પૈસા આપીને તેણે પાલખીમાંથી ઓસરી પર પગ મૂક્યા. સજજનો ત્યાગ અને દાન એક સાથે જ કરે છે. ૨૧
પગલાં માંડીને તે ઉંબરે આવ્યો. તેની ધર્મપત્નીએ ફૂલો દ્વારા આનંદપૂર્વક તેનું સ્વાગત કર્યું. મહા મહિનાને તો વસંતઋતુ જ લાડ કરી શકે. ૨૨.
શ્રેષ્ઠીએ થોડો આરામ કર્યો, પગ ધોયા, કપડાં બદલ્યાં તે પછી તેમની ધર્મપત્ની તેમને જમવાનું આમંત્રણ આપવા આવી. મહાન પુરુષોને માન વિના ચાલતું નથી. ૨૩.
સ્વજનો જેવું સુંદર ભોજન પામીને તે સંતોષ પામ્યો. સ્વજનો આનંદિત હોય, ભોજન સ્વાદિષ્ટ, સ્વજનો પ્રેમાળ હોય, ભોજન ઘીવાળું. સ્વજનો મનગમતા હોય, ભોજન ભાવતાં. સ્વજનોને જોવાનું ગમે, ભોજન પણ ગમે. સ્વજનો યોગ્ય સ્થાને જ વ્યવહાર રાખે ભોજન પાત્રમાં પીરસાય. ૨૪.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩
૪૭