________________
દ્વારપાળોએ ભાલા નમાવીને તેમને પ્રયાણની અનુમતિ આપી. ભાલા નમ્યા તે બહાને રાજલક્ષ્મીએ આંખનો ઇશારો કરીને તેને ઘરે જવા અનુમતિ આપી હોય તેવું લાગ્યું. ૭.
તે સભાની બહાર આવ્યો ત્યારે પહેલાં તો સૂરજનાં સોનેરી કિરણો તેની પર પથરાયા, પછી - શરીરના પસીનાના બિંદુઓ દ્વારા તેણે સોનેરી કિરણો પોતાના દેહવર્ણ જેવા ગૌર બનાવ્યા. ૮.
જમીનપર શ્યામ પડછાયો તેની પાછળ ચાલતો હતો. જાણે કે વીતેલું આયુષ્ય યાદ કરીને તે આત્માની ચિંતા કરતો હતો. ૯.
તે થોડાક પગલાં ચાલ્યો એટલામાં પાલખી ઊંચકનારા સેવકો તેની સમક્ષ આવી ગયા. હાથમાં દંડ હોવા છતાં તેઓ સજાપાત્ર ન હતા. તેઓ જાણે શ્રેષ્ઠીના મહાનું પુણ્યનું ગાન કરવા આવ્યા હતા. ૧૦.
જન્મપત્રિકામાં રહેલો ગ્રહ, શુભયોગ અને શુભદૃષ્ટિ પામીને ઉચ્ચ બને છે તેમ સારાં કાર્યો કરનારો અને પવિત્ર નજર ધારણ કરનારો શ્રેષ્ઠી આ પાલખીમાં બેસીને ઉત્તમ ભાગ્ય દ્વારા પૂજ્ય બન્યો હતો. ૧૧.
દરિયામાં નાવ સરકતી હોય તે રીતે માર્ગ પરથી એ પાલખી આગળ ચાલી. સ્થિર અને સુંદર વસ્ત્રવાળા શ્રેષ્ઠી નાવની મધ્યમાં રહેલા કૂવાથંભ જેવા લાગતા હતા. ૧૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩
૪૩