________________
દાન લેનારી વ્યક્તિ ન મળે તો તે નિરાશ બની જાય છે. ગુપ્તવેશ લઈને વનવિહા૨ કરે છે અને ઘણું બધું ગુપ્તદાન કરે છે. ૩૧.
પોતાના શબ્દકોશમાંથી તેણે ના-શબ્દને દૂરદૂર કાઢી મૂકયો છે, તેના હોઠેથી ના નીકળતી નથી અને એટલે જ તેના કાનપર ના-શબ્દ પડતો નથી, મતલબ તેને કોઈ ના પાડતું નથી. કમાલ કહેવાય. ૩૨.
એનાં ઘરમાં ઘણાં મિત્રો આવે છે. આ મિત્રોના ઘરો સોનેરી છે. આ મિત્રો એકદમ સ્વચ્છ છે. આ મિત્રોએ અખંડ એવી મોંઘી માળાઓ પહેરેલી છે. આવા ઘ૨ દ્વારા તે કૃષ્ણને પરાજય આપે છે કેમ કે કૃષ્ણનાં ઘરે આવેલો સુદામા નામનો મિત્ર એક જ હતો, તેનું ઘર સોનાનું નહોતું, તેનું શરીર મેલું હતું અને તેના હાથમાં તો ચોખા જ હતા. ૩૩.
લોકો આદરસત્કાર કરે, બહુમાન આપે તો પણ તે નમ્રતાને ભૂલતો નથી. તે પુણ્ય કરતાં ગુણોને વિશેષ મહત્ત્વ આપવામાં ધન્યતા માને છે. ૩૪.
એના અપરિસીમ ગુણોને જોઈને શરમાયેલા વિષ્ણુ દરિયાનાં તળિયે છૂપાઈને બેસી ગયા છે. ભરતીમાં ઉછળતાં મોજાં દ્વારા હંમેશા તે શ્રેષ્ઠીના ગુણોને ગણ્યા કરે છે. ૩૫.
તેની પ્રતિભા તીર જેવા ટંકશાળી તત્ત્વચિન્તનથી શોભે છે. તીર ઉડીને દૂર સુધી જાય છે, તત્ત્વચિન્તન દીર્ઘદર્શી હોય છે. તીર લક્ષ્યનો વેધ કરે છે. તત્ત્વચિન્તન લક્ષ્યને સ્પષ્ટ બનાવી રાખે છે, તીર અધવચ્ચે પડી જતું નથી, તત્ત્વચિન્તન અધૂરું હોતું નથી. તીર અને તત્ત્વચિન્તનમાં સાહસનો પ્રયોગ થયેલો હોય છે. તીર ખૂટતાં નથી અને તત્ત્વચિન્તન થોડું હોતું નથી. ૩૬.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨
૩૫