________________
એનાં ઘરની જમીન મણિઓથી મઢેલી છે. આ ઘરમાં તેણે નવીનવી સંપત્તિઓ એકઠી કરી રાખી છે. એવું લાગે છે કે યુદ્ધ કર્યા વિના જ નવલા નિધાન મેળવી તેણે ચક્રવર્તીને હરાવી દીધા છે. ૨૫.
તે ઉત્તમ ગુણો દ્વારા સજજનતાનાં શિખરે બિરાજે છે. અત્યંત વૈભવને લીધે અભિમાની બની ગયેલા અન્ય શ્રેષ્ઠીઓને તેણે અભિમાન અને ઇર્ષ્યા વિનાનું મન રાખીને હરાવી દીધા છે. સજજનો, પૈસાના જોરે જીતવાનું પસંદ કરતા નથી. ૨૬.
નગરની દુકાનોમાં તેની દુકાન રાજાનાં નવાં ઘરની જેમ શોભે છે કેમ કે તેની દુકાન માનવો, ઘોંઘાટ અને અલગ અલગ વાહનો દ્વારા ઘેરાયેલી રહે છે. ૨૭.
એ અત્યંત લાગણીશીલ છે. દુઃખી વ્યક્તિ નજર સમક્ષ દેખાય તો પોતાની આંખમાં આંસુ ભરી દઈને એ દુ:ખી વ્યક્તિને જોવાનું તે ટાળી દે છે અને તે દુ:ખી વ્યક્તિને ભરપૂર સંતોષ આપી દે છે. ૨૮.
ગુનેગાર ઉપર ક્રોધ કરતો નથી, ગરીબોની મજાક મશ્કરી કરતો નથી માટે તેનાં ઘરમાં ધનની વર્ષા વધતી જ જાય છે. ૨૯.
ઘરના નોકરોને પણ તે કુટુંબના સભ્ય જ ગણે છે. નોકરીના ઘેર રોજેરોજ ખવાતી મીઠાઈઓમાં આ શેઠનો પ્રભાવ જોવા મળે છે. ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨