________________
વજજરની ભીંત જેવી છાતી, ધીરજ રૂપી વાહનની ધુરાને ધારણ કરે છે. આ છાતીએ કરોડો વિદ્ગોને દૂર ફંગોળી દીધા છે અને કરોડોની સંપત્તિને આત્મસાત કરી છે. ૧૩.
મેદનો અભાવ અને ગંભીર નાભિ તેના પેટને શોભાવે છે. એની આ સુંદર કુક્ષિ, સુખ અને સ્વાસ્થને અનુકૂળ એવા ઉત્તમ આરોગ્યને દર્શાવે છે. ૧૪.
સોનાના દોરાથી હંમેશા વીંટળાયેલી તેની કમ્મર, મેરુપર્વતની જેમ શોભે છે. કેમકે દેદીપ્યમાન અને ગોળાકારે ધારણ કરેલા આ અલંકાર દ્વારા તેની સોનેરી કમરને ગ્રહોની જેવું તેજ વીંટળાયેલું રહે છે. ૧૫.
એની જાંઘ પર આછી રોમરાજી છે માટે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી. વલ્કલવાળી કેળની સાથે તેની સરખામણી છાજતી નથી કેમ કે તે સરખામણીમાં ન્યૂનતા છે. ૧૬.
એના પગ જે પાનીના જોર પર સ્થિરતાપૂર્વક ગતિ કરે છે. તે પિંડીનું બળ, પગની મોજડીમાં બંધાયેલું છે. તે બળ રસ્તાના કાંટા ઉખેડી નાંખે છે અને સુખનું ઉપાર્જન કરે છે. ૧૭.
સુંદર એવી પાંચ આંગળીઓથી શોભતા બે પગ કલ્યાણ માર્ગે ચાલતા હોય છે, મનહર ગતિએ ચાલનારા આ શેઠના પગના ચમકદાર નખોના પ્રતાપે દરિદ્રતાનો નાશ થાય છે. ૧૮.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨
૨૯