________________
ગાઢ વનમાં પ્રાણીઓ દેખાતા નથી, પણ રહે છે લાખોની સંખ્યામાં. પશુઓ નિર્ભય બનીને આનંદપૂર્વક રહે છે. દિવસે ફરનારા જનાવરો પણ સૂર્યને જોઈ શકતા નથી માટે તેઓ નિશાચર જેવા જ જણાય છે. ૧૩.
ઘાસને વળગેલી સાપની કાંચળીઓ જોઈને હરણો સ્તબ્ધ બની જાય છે. અને હવાને
લીધે હલતી આ જ કાંચળીઓ જોઈને હરણો વેગપૂર્વક નાસી જાય છે. ૧૪.
આ વનમાં હિંસક પશુઓ મોઢાં પહોળાં કરીને મોટી મોટી ગર્જનાઓ કરતા જ રહે છે. કમાલની વાત એ છે કે આ ગર્જનાનો ભયંકર અવાજ પળવારમાં કાનને બહેરા બનાવી દે છે, માટે એ અવાજ સતત સંભળાતો નથી અને ડ૨ લાગતો નથી. ૧૫.
હાથીઓનાં આક્રમણથી કેટલાક વૃક્ષો ઉખડી પડે છે ત્યારે એટલા ગાળામાં સૂર્યનાં કિરણોને પ્રવેશવાની જગ્યા મળી જાય છે. ગાઢ છાયાથી ભરેલાં જંગલમાં એટલાં
સૂર્યકિરણોનો સમૂહ કેવો લાગે છે ? કસોટીના પથ્થ૨ ૫૨ અંકાયેલી સોનાની રેખા જેવો.
૧૬.
વૃક્ષોમાં છૂપાઈને રહેતા પંખીઓ, કોમળ અને મીઠા અવાજમાં મદમસ્ત રીતે કલબલાટ કરતા રહે છે. નાગ, અજગર અને વીંછીઓ આ અવાજ સાંભળી શક્યા હોત તો એમનું ઝેર નષ્ટ થઈ જાત. અફસોસ. નાગ, અજગર, વીંછીઓ આ અવાજ સાંભળતા
નથી અને તેને લીધે જ ઝેરી બનેલા રહે છે. ૧૭.
મનુષ્યલોકમાં દેવતાઓ અદશ્ય છે. તેનું કારણ શું ? ખબર છે? એ દેવોએ, દિવસના સમયે ગુસ્સામાં આવેલા સિંહની વીખરાયેલી દમામદાર કેશવાળી જોઈ છે અને રાતના સમયે ગુસ્સામાં લાલચોળ થઈને વાઘની ચમકતી આંખો જોઈ છે. આટલું જોયા બાદ ગભરાયેલા દેવો હંમેશ માટે અદશ્ય બની ગયા છે. ૧૮.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧