________________
સર્ગ ૧
ભારતમાં માલવભૂમિને વિધાતાએ અજોડ બનાવી છે. વિધાતાએ રચેલી સૃષ્ટિમાં, સત્વ-રજ-તમમ્ આ ત્રણ ગુણો છે, સર્જન અને વિસર્જન છે, જડ અને ચેતન આ બે તત્ત્વો છે, મોક્ષ દૂર છે. માલવભૂમિની વાત જુદી છે. આ ભૂમિ પર ગંદકીને અવકાશ નથી માટે રજોગુણ આ ભૂમિને નડતો નથી. આ ભૂમિ સંપત્તિથી ભરપૂર છે, અહીં, સૌ સંતુષ્ટ અને પ્રસન્ન છે, માટે અહીં તમોગુણને અવકાશ નથી. આ ભૂમિ ૫૨ સાત્ત્વિક લોકો વિશેષ રીતે રહે છે માટે અહીં સત્ત્વની મુખ્યતા છે, જડતત્ત્વને અહીં અવકાશ નથી. આ ભૂમિ પર કલ્યાણમંગલની હારમાળા ઊભી છે માટે આ ભૂમિ મોક્ષની સખી જેવી છે. ૧.
માલવની ભૂમિ વનવિસ્તારો, પર્વતો, નદીવહેણો, બગીચાઓ સાથે વિલાસ કરી રહી છે, આ ભૂમિ સૌન્દર્યનો નશો ધરાવે છે છતાં આ ભૂમિ વારાંગના નથી તે આશ્ચર્ય છે કેમ કે અનેકગામિની હોવું અને સૌન્દર્યનો મદ ધા૨ણ ક૨વો તે વારાંગનાનું લક્ષણ છે. ૨.
—
વનરાજીને લીધે માલવની ધરતી પર શ્યામરંગનો પડછાયો પથરાયેલો રહે છે. ભીનીમાટીમાંથી ઉગેલા ઘાસ દ્વારા આ ધરતી જાણે લીલોછમ શ્વાસ લેતી હોય છે. ધરતી જાણે પ્રિયતમનાં આલિંગનમાં બંધાઈને રોમાંચિત બનેલી શ્યામસુંદરી બની જાય છે અને સતત સૌભાગ્યનાં સુખનો અનુભવ લે છે. ૩.
વનરાજી સુંદર રીતે ખીલે છે, તાપને ઠારી દે છે, એકદમ મનોહર છે માટે તેની સરખામણી સતી સાથે કરવાનું મન થાય છે કેમ કે સતી નિર્મલ સ્મિત ધરાવે છે, સંતાપોને દૂર કરે છે અને પવિત્રતાને ધારણ કરે છે. મુશ્કેલ બાબત એ છે કે વનરાજીએ અનેક પર્વતો સાથે જોડાણ સાધ્યું છે અને અનેક નામો ધારણ કર્યા છે. અનેકગામિની બનીને, અનેક નામે ઓળખાતી સ્ત્રીને સતી શી રીતે કહેવી ? ૪.
વનરાજીથી ભરપૂર જંગલોમાં ફળોની ઉજાણી છે અને ફૂલોની સંધિઓ છે માટે બારમાસી ઉત્સવ ચાલતો રહે છે. આનો આનંદ દેવતાઓ ઉઠાવે છે પરંતુ માનવો માટે એ અદશ્ય છે કેમ કે ઊંડાણ ખૂબ છે. પ.
ઝીણી રજકણો સમયને સુંદર બનાવે છે. પાંદડાવાળી વેલપર પથરાતી રજકણોને લીધે એ પાંદડાં ઝૂકી જતાં નથી. ઘણાં ફૂલોની સુવાસ લઈને વૃક્ષ પરથી પડી રહેલાં પાંદડાઓ, આ રીતે પાંદડે બેસેલી રજકણને ઢાંકી શકતા નથી. આખી ધરતીને ઢાંકી દેનારાં પાંદડાં રજકણને ઢાંકી ન શકે તે કેવું કહેવાય ? ૬.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧
૩