________________
અટ્ટહાસ એવા ભયાનક થવા લાગ્યા કે - આસમાન ફાટી જાય, હવા ચીરાઈ જાય, મહાપ્રલય થાય, દિગજો નાસી જાય, જગત આખું દબાઈ જાય. અને છાતી ભીંસાઈ જાય. ૨૫.
યક્ષરાજ અને બૈ ભૈરવ વચ્ચેનું યુદ્ધ આ રીતે થયું. ક્યારેક તલવારના પ્રહારથી માળા તૂટી જતી હતી. જ્યારે ભાલો વાગવાથી મુગુટ ગબડી જતો હતો. કયારેક સતત વરસતાં તીરોને લીધે વસ્ત્રો ફાટી જતાં હતાં, ક્યારેક ગદાના પ્રહારથી માથું ભાંગી જતું હતું, ક્યારેક શત્રુના પગ વાંકા વળી જાય તેવી લાતો મારવામાં આવી, ક્યારેક ચાલાકીપૂર્વક પેટમાં મુકી મારવામાં આવી, ક્યારેક શ્વાસ રૂંધાઈ જાય તે રીતે ગળા પર આંગળીઓ ભીંસવામાં આવી, કયારેક વાળ જોરથી ખેંચાયા. ૨૬ -૨૭.
યક્ષ રાજ હવે એકદમ જુસ્સામાં આવી ગયા. એમને હવે મોડું કરવું નહોતું. તેમને ગુરુ પાસે પહોંચવું હતું. એમણે જોરથી આક્રમણ કર્યું. એ હાથી પરથી નીચે ઉતર્યા. નાગપાશથી એક ઝાટકે બંનેને બાંધી લીધા અને પુણ્યશાળી યક્ષરાજ વિજેતા બન્યા. ૨૮.
ગુસ્સામાં આવીને તેમણે બે ભૈરવીને કહ્યું :- તમે દશ સાધુઓની હત્યા કરી છે. તમે નીચ અને અધમ છો. આવા ભયાનક પાપમાંથી તમે મુક્ત થઈ નહીં શકો. તમારા શરીરમાં ગંદા કીડા પડશે. અને હજારો વરસ સુધી તમને એ ઝેરીલી બળતરાની પીડા આપશે. ૨૯.
યમરાજ તો એક જ ક્ષણમાં મૃત્યુ આપી દે. તમારો છૂટકારો આટલા સસ્તામાં થાય તે મને નહીં ગમે. તમારા શરીરમાં નરક અને નિગોદ કરતાં પણ વધુ તીવ્ર પીડા ઉત્પન્ન થાઓ અને જીંદગીભર તમે રીબાયા કરજો. ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯
૧૬૧